ETV Bharat / state

જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે

author img

By

Published : Mar 31, 2021, 6:51 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક 2021 દાખલ કરવામાં આવ્યું હતું. આ બિલ પસાર થવાના કારણે જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ બિલ પર પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા અને બહુમતીથી ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે
જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે

  • ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક 2021 દાખલ કરાયું
  • ધારાસભ્યોએ બિલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા
  • બહુમતીથી બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું

ગાંધીનગર: બુધવારના રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક 2021 દાખલ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યરીતિ જુદા જુદા પ્રસંગોએ જાહેર વ્યવસ્થા જાળવવા માટે અથવા કોઈ વ્યક્તિને થતા નુકસાન અથવા લોકોના જાનમાલના નુક્સાન અથવા લોકોના જાન, સ્વાસ્થ્ય સલામતીને જોખમ, શાંતિનો ભંગ કે હુલ્લડ અથવા બખેડો અટકાવવા માટે કોઈ વ્યક્તિને અમુક કામ ન કરવાનો અથવા અમુક વ્યવસ્થા જાળવવાનો આદેશ આપતા નિષેધાત્મક મૂક બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. ફોજદારી કેસનું રજીસ્ટ્રેશન સરળ બનાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 155 જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. બહુમતીથી વિધાનસભાગૃહમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેલો આ કાયદો રાજ્યમાં અમલી બનશે.

વિધાનસભાના અન્ય સમાચાર:

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં થશે મદદરૂપ

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયકથી જાહેરનામાં ભંગના કેસોમાં કોર્ટ કોગ્નીઝન્શ લઇ શકશે. જેનો સીધો ફાયદો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં થશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે તેમજ શાંતિપૂર્ણ એવા આપણા રાજ્યમાં શાંતિ જળવાઇ રહે તે માટે આ પ્રજાલક્ષી સુધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

FIR નોંધીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે

જાહેરનામા ભંગના કેસોમાં પોલીસ દ્વારા FIR નોંધીને કોર્ટમાં જે ચાર્જશીટ કરવામાં આવશે. તેના આધારે હવે કોર્ટ ગુનાનું કોગ્નીઝન્શ લઇને ગુણદોષ ઉપર કેસનો નિકાલ કરી શકશે અને જાહેરનામાનો હેતુ ફળીભૂત થશે. રાજ્યમાં જાહેર શાંતિ, જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની, સામુહિક હિતની રક્ષા કરવા માટે તંત્રને સત્તા આપીને આવશ્યક જાહેર સેવકને તેની ફરજો બજાવવામાં અવરોધ ઊભો ન થાય તે રીતે તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.