ગાંધીનગર : ગઇકાલે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને LRDના પરિપત્ર બાબતે ચર્ચા કરી હતી. આ સાથે જ LRDમાં મહિલાઓના જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરીને તમામ ટેકનિકલ મુદ્દા ઉપર નિવેડો લાવવા માટેની પણ વાત કરવામાં આવી હતી, ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આજે બેઠકમાં સોંપવામાં આવ્યો છે. અમારા સમાજના આગેવાનો દ્વારા જે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે તમામ ચર્ચા આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ એ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ચર્ચા કરી હતી અને LRD મુદ્દે વહેલામાં વહેલી તકે નિર્ણય આવે તે બાબતની પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજની આ બેઠક બે કલાકથી પણ વધુ સમય ચાલી હતી.
બિન અનામત સમાજના મુદ્દે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ 2018ના દિવસે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં અનામતને લઈને વિસંગતતાઓ જોવા મળી રહી હતી. જેને લઇને એલઆરડીની એસ.સી, એસ.ટી, ઓ.બી.સી. સમાજની મહિલા ઉમેદવારો છેલ્લા 66 દિવસથી ઉપવાસ પર હતી, ત્યારે રાજ્ય સરકારે પરિપત્ર રદ કરવાની જાહેરાત થતા સવર્ણ સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરીને જેને લઈને સરકારે ગઈકાલે સવર્ણ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી, જ્યારે આ જ મુદ્દા ઉપર આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરીને સમગ્ર બાબતે ચર્ચા કરી હતી.