રાજકોટના ગોંડલ પંથકમાં 2 દિવસ પહેલા જ ભૂકંપના આંચકા અનુભવ થયો હતો. જેના વિશે વાત કરતાં રાજ્ય સરકારના ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2001માં જે ભૂકંપ આવ્યો હતો. જેનું એ.પી. સેન્ટર ભચાઉ પાસેનું હતું. આ સૌથી મોટો ભૂકંપ હતો જેની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારમાં 50થી વધુ વર્ષ સુધી રહશે. જ્યારે નીચે નક પ્લેટ ખસવાને કારણે ભૂકંપ થયો હતો ત્યારે તેની તીવ્રતા 300 કિલોમીટર સુધી હતી.આ ભૂકંપની અસર અમદાવાદ શહેર સુધી જોવા મળી હતી.
આ ઉપરાંત બે પ્લેટ ભટકાવવાને સિસમાલિટી ભૂકંપ થયો હતો. જેની અસર 40 વર્ષ સુધી રહી શકશે. જેમાં પરિણામે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપના નાના-નાના ઝટકાનો અનુભવ થઈ રહ્યો છે."