ETV Bharat / state

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગૃહમાં ઉગ્ર ચર્ચાઓ વચ્ચે બહુમતીથી પસાર થયું - gandhinagar news

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-2021 ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી. અંતે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક ગૃહમાં બહુમતીથી પસાર થયું હતું. આ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયા કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે. આ બિલથી બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગૃહમાં ઉગ્ર ચર્ચાઓ વચ્ચે બહુમતીથી પસાર થયું

author img

By

Published : Apr 1, 2021, 9:44 PM IST

Updated : Apr 2, 2021, 12:47 PM IST

  • ગુજરાતના 22માં અધિનિયમની કલમમાં સુધારો કરાયો
  • બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • આજનું ધર્મ પરિવર્તન એ આવતીકાલનું રાષ્ટ્રકરણ
  • ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યું વિધેયક
  • કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે

ગાંધીનગર: ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક રજૂ કરતા ગૃહરાજ્ય પ્રધાને કહ્યું આલિયા, માલિયા અને જમાલિયાઓ દીકરીઓનું શોષણ કરે છે. ચર્ચા કરતા રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દીકરીઓ સાથે બનતી ઘટનાથી આ કાયદો લાવવાની પ્રેરણા મળી છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22માં અધિનિયમની કલમમાં સુધારો કરાયો. બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે. કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયા કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે. આ બિલથી બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021માં આ બાબતો જાણો

કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયા કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે. સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને 3 લાખ રૂપિયાથી ઓછો નહિ એટલો દંડ થશે. કલમ 6થી દાખલ કરવા કલમ-4 ગમાં, પેટા કલમ (2)માં આવી સંસ્થા અથવા સંગઠન સામે ચાર્જશીટ (આરોપનામું) ફાઈલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં લવ જેહાદ બિલ: ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં બિલની કોપી ફાડતા માહોલ ગરમાયો

સંસ્થા અથવા સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ

સંસ્થા અથવા સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ થશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરાયું હતું. સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ કાર્યવાહી થશે. લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ પગલાં લેવામાં આવશે. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે. ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને DySP કરશે.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગૃહમાં ઉગ્ર ચર્ચાઓ વચ્ચે બહુમતીથી પસાર થયું

જેહાદી તત્વોની શાન ઠેકાણે લાવવા આ વિધેયક

પ્રદીપસિંહ જાડેજાએ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીઓને કોઈના હાથે ન જવા દેવાય, જેહાદીઓના હાથે હિન્દૂ દીકરી ન જાય તે માટે આ કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે. યુવતિને ધર્માંતર કરાવી અનેક દીકરીના જીવન નર્ક બનાવનારા જેહાદી તત્વો સામે કાર્યવાહી કરવા સરકારે નક્કી કર્યું છે. જેહાદી તત્વોની શાન ઠેકાણે લાવવા આ વિધેયક લઈને આવ્યા છીએ. આજનું ધર્મ પરિવર્તનએ આવતીકાલનું રાષ્ટ્રકરણ છે.

આ પણ વાંચોઃ ગૃહ પ્રધાનને જો એ સમયે પરવીન બાબીએ પ્રપોઝ કર્યું હોત તો?: ધાનાણી

ભાજપ પ્રદેશ પ્રમુખે આપી પ્રતિક્રિયા

વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,"આ બિલ લોકોની માગ હતી. લોકોની ઈચ્છા હતી કે, આ બિલ જલદી આવે. જે પ્રકારે કેટલાક લોકો પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ દિકરીઓને ફસાવતા હતા અને હેરાન કરતા હતા. તેની સામે લોકોમાં આક્રોશ હતો. જેને લઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અગાઉ પણ આ કાયદો લાવવાની વાત કરી હતી. આ બિલ ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ચૂક્યું છે. ત્યારે હું તમામ લોકોને અભિનંદન પાઠવુ છું." તેમણે વધુમાં કહ્યું હતું કે,"નવા કાયદામાં કરાયેલી સજાની જોગવાઈઓથી ગુજરાતમાં આ પ્રકારની ઘટનાો પર ચોક્કસપણે અંકુશ આવશે."

ભાજપ પ્રદેશ પ્રમુખે આપી પ્રતિક્રિયા

કેરળમાં 2006થી 2009માં લવ જેહાદની 4,500 ઘટના નોંધાઇ

કેરળમાં 2006 થી 2009માં લવ જેહાદની 4500 ઘટના નોંધાઇ હતી. કેટલીક યુવતીઓને જાળમાં ફસાવી જેહાદી આતંકવાદી પ્રવૃત્તિમાં આવી દીકરીઓનો ઉપયોગ કરવાનું ષડયંત્ર ચાલતું હોવાના કિસ્સા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ,ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ માં પણ આ અંગે કાયદો છે. તમામ રાજ્યોમાં આ અંગે ગુના બિનજામીન પાત્ર પણ છે. તેમ ગ્રહ પ્રધાને જણાવ્યું હતુ.

દિલને નામે તાળું મારીને ઘૃણાની તાપણી તપાવવાનો પ્રયાસ

પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, ભારતમાં 122 ભાષા, 1599 બોલી ,3,000થી વધુ જ્ઞાતિઓ અને 25 હજારથી વધુ પેટા જ્ઞાતિઓ નોંધાયેલી છે. દેશની વિશ્વની મહાસત્તા બનાવવા માટે ભારત માતાએ દિલ ખોલવું પડશે, દિલને નામે તાળું મારીને ઘૃણાની તાપણી તપાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઇ રહ્યો છે, તેવો આક્ષેપ વિધાનસભાગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો.

Last Updated : Apr 2, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.