ગાંધીનગર :રાજ્ય સરકારના વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના એકપણ પ્રધાનોને ગુરુવાર સુધી કોઇ જ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ અંતિમ ઘડીએ રાજ્યના પ્રધાનોને અને સચીવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ આમંત્રણ પણ શરતી આમંત્રણ છે, કારણ કે કોઈપણ પ્રધાન અને સચીવે પોતાની ગાડી લઈને સ્ટેડિયમ સુધી નહીં જવાનું પરંતુ રાજ્ય સરકારે ખાસ વોલ્વો બસનું એરેન્જમેન્ટ કર્યું છે તે બસમાં જ પ્રધાનોને સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવશે..
રૂપાણીના પ્રધાનમંડળને શરતી આમંત્રણ મળ્યું ખરું, આ રીતે જવું પડશે મોટેરા સ્ટેડિયમ
24 ફેબ્રુઆરીના રોજ વિશ્વની બે મહાસત્તા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભેગી થવાની છે. મહાસત્તા અમેરિકાના નેતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી એક મંચ પર આવશે, ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત રાજ્યના પ્રધાનમંડળને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ તેઓને કોઈને પણ પોતાની ગાડીમાં નહીં પણ વોલ્વો બસમાં સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવશે.