ETV Bharat / state

સરકારે રવિવારે RTO કચેરી તો ખુલ્લી રાખી પરંતુ અહીં અરજદારોનો નીરસ પ્રતિસાદ - New Traffic Rules news

ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકના નવા દંડને લઈને સરકાર દ્વારા પંદર દિવસની છૂટછાટ આપવામાં આવી છે. 15 દિવસ દરમિયાન વાહનચાલકો RTO કચેરીમાં જઇને પોતાની પાસે ઉપલબ્ધ ન હોય તે ડોક્યુમેન્ટ માટે અરજી કરી શકે તે હેતુથી રવિવારે પણ કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Gandhinagar
author img

By

Published : Sep 22, 2019, 5:53 PM IST

સમગ્ર રાજ્યની RTO કચેરીઓ આજે ખુલ્લી રાખવામાં આવી હતી. પરંતુ, અરજદારો જાણે કાયદાની ઐસીતૈસી કરવાના મૂડમાં હોય તેવી રીતે ગણ્યા ગાંઠયા જ અરજદારો જોવા મળ્યા હતાં. ગાંધીનગર આરટીઓ કચેરીમાં આજે બપોર સુધી સામાન્ય અરજદારો જ HSRP અને લાઈસન્સની કામગીરી કરતા જોવા મળ્યા હતાં. ગાંધીનગર આરટીઓ કચેરીમાં આજે બપોર સુધી 15 લોકોની લાયસન્સની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 150 અરજદારોની HSRPની રીસીપ્ટ આપવામાં આવી હતી, તો 80 લોકોની નંબર પ્લેટ ફીટ કરવામાં આવી હતી. જ્યારે 1 નેશનલ પરમીટ, 7 લાયસન્સ બેકલોગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

સરકારે રવિવારે RTO ખુલ્લી રાખી, અરજદારોનો નીરસ પ્રતિસાદ

ગાંધીનગર આરટીઓ કચેરીના ઇન્ચાર્જ દિવ્યેશ પટેલે કહ્યું કે, સરકાર દ્વારા અરજદારોને સફળતા મળી રહે તે માટે રવિવારે કચેરી ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને આજે અમારી કચેરીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા છે. પરંતુ, નાગરિકો દ્વારા સરકારની સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગણ્યા ગાંઠ્યા લોકો જ આજે કચેરીમાં પોતાની કામગીરીને લઇને જોવા મળ્યા હતાં.

Intro:હેડલાઈન) સરકારે રવિવારે આરટીઓ ખુલ્લી રાખી, અરજદારોનો નીરસ પ્રતિસાદ

ગાંધીનગર,

રાજ્યમાં ટ્રાફિક ના નવા દંડ ને લઈને સરકાર દ્વારા પંદર દિવસની છૂટછાટ આપવામાં આવી છે. 15 દિવસ દરમિયાન વાહનચાલકો આરટીઓ કચેરીમાં જઇને પોતાની પાસે ઉપલબ્ધ ના હોય તે ડોક્યુમેન્ટ માટે અરજી કરી સાથે તે હેતુથી આજે રવિવારે કચેરી ખુલ્લી રાખવાનો આદેશ કરાયો હતો. સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીઓ આજે ખુલ્લી રાખવામાં આવી છે. પરંતુ અરજદારો જાણે કાયદાની ઐસીતૈસી કરવાના મૂડમાં હોય તેવી રીતે ગણ્યાગાંઠયા જ અરજદારો જોવા મળ્યા હતા.Body:ગાંધીનગર આરટીઓ કચેરીમાં આજે બપોર સુધી સામાન્ય અરજદારો જ એચએસઆરપી અને લાઈસન્સની કામગીરી કરતા જોવા મળ્યા હતા. ગાંધીનગર આરટીઓ કચેરીમાં આજે બપોર સુધી 15 લોકોની લાયસન્સની કામગીરી કરાઈ હતી. જ્યારે 150 અરજદારોની એચએસઆરપીની રીસીપ્ટ આપવામાં આવી હતી, તો 80 લોકોની નંબર પ્લેટ ફીટ કરવામાં આવી હતી. જ્યારે 1 નેશનલ પરમીટ, 7 લાયસન્સ બેકલોગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.Conclusion:ગાંધીનગર આરટીઓ કચેરીના ઇન્ચાર્જ એઆરટીઓ દિવ્યેશ પટેલે કહ્યું કે સરકાર દ્વારા અરજદારોને સફળતા મળી રહે તે માટે રવિવારે કચેરી ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને આજે અમારી કચેરીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા છે. પરંતુ નાગરિકો દ્વારા સરકારની સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગણ્યાગાંઠ્યા લોકો જ આજે કચેરીમાં પોતાની કામગીરીને લઇને જોવા મળ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.