ગાંધીનગર : જિલ્લામાં મોતનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધી ચાર મોત સામે આવ્યા છે. જેમાં અગાઉ સેક્ટર 29માં રહેતા 82 વર્ષીય વૃદ્ધ મોતને ભેટ્યા હતા. જે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પહેલું મોત હતું. ત્યારબાદ કોલવડામાં રહેતી 52 વર્ષીય મહિલા મોતને ભેટી હતી. જ્યારે બે દિવસ પહેલા અડાલજમાં રહેતો એક 40 વર્ષીય યુવક મોતને ભેટ્યો હતો.
શહેરમાં આજરોજ વધુ એક અડાલજમા મોત સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ પોઝિટિવ આવેલા વૃદ્ધનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. તેી સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં મોતનો આંકડો ચાર ઉપર પહોંચ્યો છે.