આ બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્નાને જણાવ્યું હતું કે, ચૂંટણીના નિયમો પ્રમાણે 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર શાંત કરવામાં આવે છે. જેમાં કોઇપણ રાજકીય પક્ષ જાહેરમાં સભા અથવા તો રેલી ન કરી શકે. આ નિયમ સાંજના 6:00થી રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યા છે.
જ્યારે છ વિધાનસભા પેટાચૂંટણીમાં ૪૦૦ જેટલા પોલીસ સ્ટેશન અતિસંવેદનશીલ છે. જેમાં ખાસ કિસ્સામાં live બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે. જ્યારે પોલીસની વાત કરવામાં આવે તો કુલ ૧૦ હજારથી વધુ પોલીસનો સ્ટાફ તેના કરવામાં આવ્યો છે.
આમ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે જ્યારે આવતીકાલે સવારે તમામ પોલીસ સ્ટેશનો ઉપર EVM મશીનો ડિપોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ મતદાનના દિવસે નિરિક્ષકોની હાજરીમાં ખુલ્લા મુકવામાં આવશે અને મતદાન શરૂ થશે.