ગીર-સોમનાથઃ સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન છે ત્યારે વડાપ્રધાને જાહેરાત કરી હતી કે 20 એપ્રિલથી જે વિસ્તારમાં કોરોનાના કેસો ઓછા છે ત્યાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. જેને પગલે રાજ્યમાં સોમવારથી ઘણા જિલ્લામાં ઉદ્યોગો શરૂ થયા છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમો શરૂ કરવાની પરવાનગી આપી હતી. જેમાં 75 સી-ફૂડ એક્સપોર્ટર, કેસર કેરી બોક્સ ફેકટરી સહિતના ઔદ્યોગીક એકમોને મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શીકા મુજબ 20 એપ્રિલથી જિલ્લામાં મહત્વના ઐાદ્યોગિક એકમોને પરવાનગી આપી છે. જિલ્લા કલેક્ટરે લોકડાઉનની તમામ શરતોનું પાલન કરવાની શરતે અંબુજા સિમેન્ટ, સિધ્ધી સિમેન્ટ, સિમર બંદર, જી.એચ.સી.એલ. શાપુરજી એનર્જી, જી.એસ.સી.એલ., એગ્રો ઇન્ફાસ્ટ્રક્ચર અને સદભાવ ઇન્ફાસ્ટ્રક્ચરને ચાલુ રાખવા પરવાનગી આપી હતી.અપાઇ છે. તેમજ રેયોન કંપનીને ફક્ત આવશ્યક કામ શરૂ કરવાની આંશિક પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ૭૫ સીફુડ નિકાસકારો અને કેસર કેરી પેકેજીંગ કરવા માટેના કાર્ટન બનાવતા ઉદ્યોગને પણ પરવાનગી આપવામાં આવી છે.