ETV Bharat / state

કોરોના મામલે મુખ્યપ્રધાને 8 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી

author img

By

Published : Apr 13, 2021, 9:38 PM IST

હાલની પરિસ્થિને ધ્યાને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 મનપાના પદાધિકારીઓ અને કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી કોરોનાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમને રિવ્યું બેઠકમાં મનપા વિસ્તારની હોસ્પિટલની સુવિધાને લઈને ચર્ચા પણ કરી હતી.

કોરોના મામલે મુખ્યપ્રધાને 8 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી
કોરોના મામલે મુખ્યપ્રધાને 8 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી
  • મનપા વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
  • હોસ્પિટલની સુવિધાઓ વિશે તાગ મેળવ્યો
  • રેમડેસીવીર ઇન્જેક્શનનો લઈને ચર્ચા

ગાંધીનગરઃ મુખ્યપ્રધાને 8 મનપાના પદાધિકારીઓ, કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરી કોરોનાની પરિસ્થિતતિની જાણકારી મેળવી હતી. તેમને રિવ્યું બેઠકમાં મનપા વિસ્તારની હોસ્પિટલની સુવિધાને લઈને ચર્ચા કરી હતી. આ સાથે મનપા વિસ્તારમાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનનોને લઈને ચર્ચા કરી હતી. ઉપરાંત કોરોના ટેસ્ટિંગ, RT-PCR મુદ્દે પણ બેઠકમાં વાત કરી હતી.

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ

મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં-નિર્ણય કરી રહી છે. કોરોનાની ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા મુખ્યપ્રધાને મંગળવાના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરાના મેયર કેયુર રોકડિયાએ સીએમ રૂપાણીની કોન્ફરન્સ અંગે પત્રકારોને માહિતગાર કર્યા

કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નહી

મુખ્યપ્રધાને જણાવ્યું કે, કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે. ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં 1,60,000 નવા કેસ નોંંધાયા છે. ગુજરાતમાં પૂર્વે પણ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6,000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે એટલે કે, થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા.

15 દિવસમાં 18,000 નવા

છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં સરકારે 18,000 નવા કોરોના બેડ ઉભા કર્યાં છે. ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસીવીર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે. તેમણે કહ્યું હતુ કે, કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ એટલે ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બનવું પડશે. પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના દર્દીઓના હાલચાલ પૂછ્યા

આસામ, મુંબઈથી દૈનિક 20,000 ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ

વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસીવીર ઈન્જેક્શન બનાવે છે. તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક 20,000 ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. આપણે અત્યારે રેમડેસીવીર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસીવીરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે.

ઓક્સિજનની જરૂરિયાત 250 ટન હતી જે વધીને 600 ટન સુધી પહોંચી

ઓક્સિજનની જરૂરિયાત 250 ટન હતી. જે વધીને 600 ટન સુધી પહોંચી છે એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજનની માગ વધી છે. ગુજરાતમાં 50,000 કોરોના ટેસ્ટ કરાતા હતા. જે મંગળવારના રોજ વધીને 1,30,000 કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા 24 માંથી 11 કલાક કોરોના કરર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવે છે એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.