ETV Bharat / state

સરકારની આબરૂ બચાવવા મુખ્યપ્રધાને પાલિકાઓને 178.72 કરોડની ગ્રાન્ટ ફાળવી - ગાંધીનગર ન્યૂઝ

ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના રોડ ધોવાઇ ગયા છે. જે અંગે સોશિયલ મીડિયા પર લોકો સરકારની મજાક ઉડાવી રહી છે.  ધોવાયેલા રોડના ફોટા મૂકીને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યની 162 નગરપાલિકાઓના રોડ રિસરફેસ કરવા માટે 172.78 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.

વિજય રૂપાણી
author img

By

Published : Oct 11, 2019, 2:38 PM IST

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆતો અંગે મુખ્યપ્રધાને રૂપિયા 168.48 કરોડની ગ્રાન્ટ નગરોને ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની બ, ક અને ડ વર્ગની 31 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી રૂપિયા 12.30 કરોડ ફાળવવામાં આવશે. જેનાથી રાજ્યમાં થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના સહિતના કામો કરવામાં આવશે.

રાજ્યના નગરો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 172.78 કરોડની ગ્રાન્ટ ચોમાસામાં વરસાદથી માર્ગોને થયેલા નુકસાનની મરામત માટે ફાળવી છે. 162 નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળશે. જેમાં અમદાવાદ ઝોનની 27, ગાંધીનગરની 30, વડોદરાની 26, સુરતની 22, રાજકોટની 30 તેમજ ભાવનગરની 27 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 500 કરોડની જોગવાઇ આ વર્ષે નગરો-મહાનગરોમાં માર્ગો-રસ્તાના કામો માટે કરવામાં આવી છે.

આમ, રાજ્યની નગરપાલિકાઓને રસ્તાની મરામત માટે રૂપિયા 160.48 કરોડ મુખ્યમંત્રી સડક યોજના અન્વયે 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. તેમજ રાજ્યના 8 મહાનગરોમાં વરસાદથી નુકસાન થયેલા માર્ગોની મરામત માટે રૂપિયા 216 કરોડની ગ્રાન્ટ અગાઉ સપ્ટેમ્બર માસમાં ફાળવાશે.

Intro:હેડ લાઈન) રોડની સાથે સરકારની આબરૂ બચાવવા મુખ્યમંત્રીએ 178.72 કરોડની ગ્રાન્ટ ફાળવી

ગાંધીનગર,

રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના રોડ ધોવાઇ ગયા છે તેને લઈને સોશિયલ મીડિયા ઉપર સરકારની ઠેકડી ઉડાવવામાં આવી રહી છે લોકો ધોવાયેલા રોડના ફોટા મૂકીને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વરસાદમાં રોડ ની સાથે સરકારની આબરૂનું પણ ધોવાણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યની 162 નગરપાલિકાઓના રોડ રિસરફેસ કરવા માટે 172.78 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.Body:ગુજરાતમાં આવતા અન્ય રાજ્યના વીવીઆઇપી એક સમયે ગુજરાતમાં બનાવેલા રોડ રસ્તા ના વખાણ કરતા થાકતા ન હતા. આજ રસ્તાના કારણે હવે સરકારની ઠેકડી ઉડાડી રહી છે ત્યારે
રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા કરવામાં આવેલી રજૂઆતોને લઇ મુખ્યમંત્રીએ રૂ. 168.48 કરોડની ગ્રાન્ટ નગરોને ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યની બ, ક અને ડ વર્ગની 31 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂ. 12.30 કરોડ ફાળવવામાં આવશે. થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે.Conclusion:રાજ્યના નગરો માટે મુખ્યમંત્રી સડક યોજના તહેત રૂ. 172.78 કરોડની ગ્રાન્ટ ચોમાસામાં વરસાદથી માર્ગોને થયેલા નુકશાનની મરામત માટે ફાળવી છે.
162 નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળશે, જેમાં અમદાવાદ ઝોનની 27, ગાંધીનગરની 30, વડોદરાની 26, સુરતની 22, રાજકોટની 30 તેમજ ભાવનગરની 27 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 500 કરોડની જોગવાઇ આ વર્ષે નગરો-મહાનગરોમાં માર્ગો-રસ્તાના કામો માટે કરવામાં આવેલી છે.

રાજ્યની નગરપાલિકાઓને ચોમાસામાં અતિભારે વર્ષથી રસ્તા-માર્ગોને થયેલ નુકશાનની મરામત માટે રૂ. 160.48 કરોડ મુખ્યમંત્રી સડક યોજના અન્વયે 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. રાજ્યના 8 મહાનગરોને આવા ભારે વરસાદથી નુકશાન થયેલા માર્ગોની મરામત માટે રૂ. 216 કરોડની ગ્રાન્ટ અગાઉ સપ્ટેમ્બર માસમાં ફાળવી હતી.

પ્રતીકાત્મક તસવીર મૂકવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.