ગાંધીનગરઃ CAGના અહેવાલમાં રાજ્યની નાણાકીય સ્થિતિનો અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2018-19માં રૂપિયા 3,212 કરોડની મહેસૂલી પુરાંત હોવાની વાત સામે આવી છે. ગુજરાતના મહેસૂલી પુરાંતમાં રૂપિયા 2,020 કરોડનો ઘટાડો થયો છે. 14માં નાણા પંચના અહેવાલના લક્ષ્યાંક કરતા ઓછી હોવાની વાત સામે આવી છે. રાજ્યની કર આવકમાં રૂપિયા 8,553.33 કરોડનો વધારો થયો છે, જ્યારે બિન કર આવકમાં રૂપિયા 1,656.98 કરોડનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત GSTનું રૂ.7322.47 કરોડ વળતરનું હકદાર છે. સરકારે 69 ટકા મહેસુલી આવક રાજ્યના પોતાના સંસાધનોમાંથી આવી હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરાની સરકારી આયુર્વેદિક ફાર્મસીની બેદરકારીની વાત કેગના રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે. 4.36 કરોડના કિંમતનું ઔષધ ગુણવત્તા પરીક્ષણ ન કરાયું હોવાનો પણ ખુલાસો થયો છે. ટેક્નિકલ સ્ટાફ, રસાયણના અભાવે પરીક્ષણ ન થયું હોવાનું સામે આવ્યું છે.
FDCA લાયસન્સ નિવૃત્ત કર્મીઓના નામે રિન્યુ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2016માં પૂર્ણ થયેલું લાયસન્સ 2021 સુધી રિન્યુ કરાયું છે. ઔષધોના ઉત્પાદન તેમજ ગુણવત્તા પરીક્ષણ માટે કાર્ય કરતા બતાવવામાં આવ્યા છે. ટેક્નિકલ સ્ટાફની પણ ગેરહાજરી જોવા મળી હોવાની વાત CAGના રિપોર્ટમાં ખુલી છે. આ સમય દરમિયાન રૂપિયા 4.36 કરોડની કિંમતના ઔષધ વિવિધ હોસ્પિટલ ગુણવત્તા પરીક્ષણ વગર જ પૂરા પાડવામાં આવ્યા છે. ટેક્નિકલ કર્મચારીની નિમણૂક થઈ કાચના પાત્રો અને રસાયણના અભાવે ગુણવત્તા પરીક્ષણ ન થઈ શક્યું.
શુક્રવારે રજૂ થયેલા CAGના રિપોર્ટમાં આયુર્વેદિક કોલેજમાં સુવિધાનો મુદ્દો પણ ઉઠ્યો છે. આયુર્વેદિક કોલેજોમાં સુવિધા ધરાવતી ફાર્મસી જરૂરી હોવાનું જણાવાયું છે. ગુણવત્તા પરીક્ષણ લેબ પણ જરૂરી હોવાનો નિયમ બનાવવાની વાત કરવામાં આવી છે. જૂનાગઢ સિવાય ગુજરાતમાં અન્ય જગ્યાએ લેબ ન હતી. કોલવડામાં નિર્મિત બિલ્ડિંગ 3 વર્ષ વણવપરાયેલું રહ્યું છે. સરકારે જણાવ્યું હતું કે, જૂન 2020માં આ સુવિધા ગોઠવણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતમાં 10 ટકા વસવાટોને પીવાના પાણીનો સ્ત્રોત નહીં હોવાનો CAGનો રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. CAGના રિપોર્ટમાં સરકારના દાવા સામે અનેક સવાલ ઉઠ્યો છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ પર ટિપ્પણી કરવામાં આવી છે. આ સિવાય 35,996 વસવાટોને પાણી પુરવઠાથી પૂર્ણ રીતે આવકાર્યા નથી. લેબમાં ઉચ્ચકક્ષાના સાધનોના અભાવનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સામાન્ય અને સામાજીક ક્ષેત્રના વર્ષ 2018ના CAGના અહેવાલમાં ટિપ્પણી કરવામાં આવી હતી.
નર્મદા જળસંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં CAGની ટિપ્પણી કરવામાં આવી હતી. રાજ્યના તમામ 35,996 વસવાટોને પાણી પુરવઠાથી સંપૂર્ણ રીતે આવરી લેવાયો હોવાનો સરકારનો દાવો સાચો ઠર્યો ન હતો. આંતરિક વિસ્તારમાં નેટવર્ક ઉભુ ન કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ક્ષતિયુક્ત પાઇપોના કારણે પાણી પહોંચાડી શકાયુ નથી. નમુના માટે 8 જિલ્લાના 91 ગ્રામ્ય પાણી પુરવઠા યોજના વાળા 2352 ગ્રામ્ય પૈકી માત્ર 1,857 ગામોમાં RWSSS મારફતે પાણી પહોંચાડ્યું હતું.
બિનકાર્યરત WSSSની ઓછી નોંધ કરવામાં આવી છે. બિનકાર્યરત યોજનાઓ સરકારના ધ્યાનમાં ન હતી. રાજ્યસરકારની લેબમાં પાણીના સામાન્ય સ્તરના પરીક્ષણો હાથ ધરાયા હતા. કારણ કે, લેબમાં ઉચ્ચ કક્ષાના સાધનોનો અભાવ હતો. તાલુકા કક્ષાની લેબનું પ્રમાણ ઓછું હોવાની પણ વાત સામે આવી છે. મોબાઇલ લેબ વાનને મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા પાણીની ગુણવત્તાના પરીક્ષણ માટે ફાસ્ટ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
રાજ્યનાં 10 ટકા વસવાટોને પીવાલાયક પાણીના કોઇ સ્ત્રોત ઉપલબ્ધ નથી. વાસ્મો દ્વારા વણ વપરાયેલા ભંડોળ પરત ન કરાયું હોવાની વાત પણ સામે આવી છે. ગ્રામ્ય પંચાયતોને વોટર ચાર્જીસની ચુકવણી ન કરાતી હોવાની CAGના ધ્યાને આવ્યું છે. રાજ્યમાં જમીન બિન ખેતી મુદ્દે CAGના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીએ 1.16 કરોડ ઓછું પ્રિમિયમ વસૂલ્યું છે. વર્ષ 2014-15થી વર્ષ 2016-17 સુધીના 48 કેસ નોંધાયા હતા. ગોંડલમાં 1.48 કરોડના બદલે માત્ર 32 લાખની વસૂલાત કરવામાં આવી છે. વસ્તી ગણતરીની પુસ્તિકા ન હોવાનો અધિકારીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વર્ષ 2014-15થી વર્ષ 2016 -2017ના સમયગાળા દરમિયાન ખેતીની જમીનને બિન ખેતી કરવાના 48 કેસોમાં 1.16 કરોડ ઓછું પ્રિમિયમ વસુલ્યુ છે. ગોંડલ નગરપાલિકાની એક લાખ કરતા વસ્તી વધી ગઈ હોવાથી પ્રિમિયમ ઉચ્ચ દરે વસૂલવાને પાત્ર હતું. 1 કરોડ 48 લાખના બદલે માત્ર 32 લાખ પ્રિમિયમ વસૂલવામાં આવ્યું હતું. આ આકારણી અધિકારીઓનો જવાબ હતો. વસ્તી ગણતરીની પુસ્તિકા તેમની પાસે ન હોવાથી ઓછું પ્રિમિયમ વસૂલવામાં આવ્યું હતું, તેવો CAGના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.