ETV Bharat / state

ગાંધીનગરમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરી આરોપી ફરાર - Gujarati News

ગાંધીનગરઃ આઝાદીના આટલા વર્ષે પણ દેશમાં હજુ પણ કેટલીક જ્ઞાતિઓને નાતજાતના ભેદભાવથી આઝાદ નથી કરાયા. કડીના રાહુલ ગામમાં દલિતના વરઘોડો કાઢવા બાબતે ઝગડો થયો હતો. ત્યાર બાદ પ્રાંતિજ પાસેના સીતવાડા ગામમાં દલિત યુવકને ઘોડા ઉપર બેસવા બાબતે ધમકી મળી હતી. તેની શાહી સુકાઇ નથી, ત્યારે વધુ એક દલિત ઉપર હુમલાનો બનાવ ગાંધીનગર પાસેના પ્રાંતિયા ગામમાં બન્યો હતો.

ગાંધીનગરમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરી આરોપી ફરાર
author img

By

Published : May 12, 2019, 10:18 PM IST

ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે જ્યાં લગ્ન પ્રસંગે ચાલતા જમણવાર ચાલુ હોવાથી ગામના બે યુવકોને બાઈક ધીરે ચલાવાનું કહેતાં દલિત યુવક પર 7 શખ્સોએ હિચકારો હુમલો કરી દીધો હતો. જાતીવિષયક શબ્દો બોલીને યુવકને માર મારતા આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આખો દિવસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ગાંધીનગરમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરી આરોપી ફરાર

પ્રાંતિયા ગામે રોહીતવાસમાં રહેતા રાજેશ દલપતભાઈ પરમાર રવિવારના રોજ પાડોશમાં રહેતાં રાહુલ પરિવારમાં લગ્ન હોવાથી શનિવારે સાંજના સુમારે જમણવાર અને ગરબાનો કાર્યક્રમ હતો. રાત્રે 8.30 વાગ્યે જમણવાર ચાલુ હતો તે સમયે ગામના 2 યુવક કૌશિક લાલાજી અને હેમીલ અરવિંદજી બાઈક પર પૂરઝડપે આવતા હતા. જેથી રાજેશે બાઈક ધીરે ચલાવાનું કહેતાં ઉશ્કેરાયેલા બંને યુવકોએ જાતીવિષયક શબ્દો બોલી જતા માણસોને બોલાવાની ધમકી આપી હતી. ત્યારબાદ 10.30 વાગ્યાના સુમારે યુવક ગામના મંદિર પાસે ઉભો હતો. ત્યારે ધમકી આપીને ગયેલા બંને યુવકો 4થી 5 માણસો સાથે આવ્યા હતા. જેઓ યુવક પર હુમલો કરતાં માથામાં પાઈપ મારી દીધી હતી.

યુવકને જાતીવિષયક શબ્દો બોલીને માર મારતા તેને છોડાવા વચ્ચે પડેલા ગામના જશવંતભાઈ નટવરભાઈ પરમારને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો. હુમલાને પગલે યુવકને માથામાં ઇજાના કારણે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં 3 ટાંકા આવેલા હોવાથી યુવકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. યુવકે 7 શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કેસની વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી બી. જે. ચૌધરીને સોંપવામાં આવી છે.

R_GJ_GDR_RURAL_03_12_MAY_2019_STORY_DALIT HUMLO_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) રાજ્યમાં દલિતો પર હુમલાના ચાર દિવસમાં ત્રીજો બનાવ, પ્રાતીયામાં ઠાકોરોએ માર માર્યો

ગાંધીનગર,

આઝાદીના આટલા વર્ષે પણ દેશમાં હજુ પણ કેટલીક જ્ઞાતિઓને નાતજાતના ભેદભાવથી આઝાદ નથી કરાયા. કડીના રાહુલ ગામમાં  દલિતના વરઘોડો કાઢવા બાબતે બબાલ થઈ હતી. ત્યાર બાદ પ્રાંતિજ પાસેના સીતવાડા ગામમાં દલિત યુવકને ઘોડા ઉપર બેસવા બાબતે ધમકી મળી હતી.  તેની સહી સુકાઇ નથી ત્યારે વધુ એક દલિત ઉપર હુમલાનો બનાવ ગાંધીનગર પાસેના પ્રાંતિયા ગામ માં બન્યો છે. જેનું તાજુ ઉદારણ ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે જોવા મળ્યું જ્યાં લગ્ન પ્રસંગે ચાલતા જમણવાર ચાલુ હોવાથી ગામના બે યુવકોને બાઈક ધીમ ચલાવાનું કહેતાં દલિત યુવક પર સાત શખ્સોએ હિચકારો હુમલો કરી દીધો. જાતીવિષયક શબ્દો બોલીને યુવકને માર મરાતા આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવા પામી છે. ઘટનાને પગલે ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આખો દિવસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

પ્રાંતિયા ગામે રોહીતવાસમાં રહેતો રાજેશ દલપતભાઈ પરમાર (25 વર્ષ)ના પરિવારમાં પત્ની અને બે વર્ષની પુત્રી છે. માતા-પિતાના મોત બાદ એકલા રહેલો યુવક પ્રાઈવેટ ઓફિસમાં ઓફીસ બોય તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ પાડોશમાં રહેતાં રાહુલ પરમારમાં લગ્ન હોવાથી શનિવારે સાંજના સુમારે જમણવાર અને ગરબાનો કાર્યક્રમ હતો. રાત્રે સાડા આઠ વાગ્યે જમણવાર ચાલુ હતો તે સમયે ગામના બે છોકરા કૌશિક લાલાજી અને હેમીલ અરવિંદજી બાઈક પર પુરઝડપે આવતા હતા. જેથી રાજેશે બાઈક ધીમે ચલાવાનું કહેતાં ઉશ્કેરાયેલા બંને યુવકોએ જાતીવિષયક શબ્દો બોલી ‘તું…..થઈ અમને કેમ કહીં શકે’ કહીં માણસો બોલાવાની ધમકી આપી જતા રહ્યાં હતા. જે બાદ રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે યુવક ગામના મંદિર પાસે ઉભો હતો ત્યારે ધમકી આપીને ગયેલા બંને યુવકો ચારથી પાંચ માણસો સાથે આવ્યા હતા. જેઓ યુવક પર હુમલો કરતાં માથામાં પાઈપ મારી દીધી હતી. 

યુવકને જાતીવિષયક શબ્દો બોલીને મારમારતા તેને છોડાવા વચ્ચે પડેલા ગામના જશવંતભાઈ નટવરભાઈ પરમારને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો. હુમલાને પગલે યુવકને માથામાં લોહી નીકળતું હોવાથી 108 મારફતે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં ત્રણ ટાંકા આવેલા હોવાથી યુવકને સારવાર બાદ રજા અપાઈ હતી. યુવકે સાત શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કેસની વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી બી. જે. ચૌધરીને સોંપાઈ છે. 

રાજ્યમાં દરેક માનવી સુખી અને સંપન્ન  અને સુરક્ષિત છે તેવી સરકારની ગુલબાંગો વચ્ચે છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં વસ્તી દલિતો ઉપર ત્રીજો બનાવ બન્યો છે આભડછેટ દૂર કરવાની વાતો કરી રહેલી સરકાર દલિતોને સારા નરસા પ્રસંગો પણ સુરક્ષા વિના ઉજવી શકે નહીં તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

બોક્સ: હુમલા બાદ ફરાર થઈ ગયેલા સાત આરોપી

-કૌશિક લાલાજી, કેમિલ અરવિંદજી, જય જશુભાઈ સોલંકી, મયંક રણજીતસિંહ સોલંકી, ચિરાગ દશરથભાઈ ઠાકોર, અરવિંદસિંહ બેચરજી ઠાકોર, મહેશ રણજીતજી ઠાકોર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.