ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા MOU હેઠળ રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવિટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની એર સ્ટ્રીપનો પણ RCS અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુપિયા 29.97 કરોડ ફાળવવાની છે.
આ MOU થવાને કારણે હવે પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય યાત્રા ધામોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી.એસ હેઠળ એરપોર્ટ તરીકે વિકાસ કરશે.