ETV Bharat / state

તાના-રીરી મહોત્સવ 2019: CM વિજય રૂપાણી બુધવારે કરાવશે પ્રારંભ

ગાંધીનગરઃ કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૬ઠ્ઠી નવેમ્બરે સાંજે 7-30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-2019નો શુભારંભ કરવામાં આવશે.

author img

By

Published : Nov 4, 2019, 7:34 PM IST

tana-riri news

વડનગરની સંગીત બેલડી નાગર બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા હતા, પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

આ મહોત્સવમાં 06 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ સુ.અશ્વિની ભીડે દેશપાંડે અને સુ. પિયુ સરખેલને આપવામાં આવનાર છે. પ્રથમ દિવસે એવોર્ડધારી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે. આ ઉપરાંત અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ થનાર છે. આ ઉપરાંત પ્રથમ દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જે અંગેના કાર્યક્રમો 6 નવેમ્બરે સાંજે 4 કલાકથી યોજાવાનો છે.

તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાઇ હતી. જ્યારે તા. 7 નવેમ્બરે સાંજે 7:30 કલાકે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે.

Intro:Approved by panchal sir

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૬ઠ્ઠી નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો શુભારંભ કરવામાં આવશે. Body:ઉલ્લેખનીય છે કે, વડનગરની સંગીત બેલડી નાગર બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

આ મહોત્સવમાં ૦૬ નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ સુ.અશ્વિની ભીડે દેશપાંડે અને સુ. પિયુ સરખેલને આપવામાં આવનાર છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે. આ ઉપરાંત અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે. આ ઉપરાંત પ્રથમ દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જે અંગેના કાર્યક્રમો ૦૬ નવેમ્બરે સાંજે ૦૪ કલાકથી યોજાવાનો છે. તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાઇ હતી. Conclusion:જ્યારે તા. ૭ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.