ગાંધીનગરમાં આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ ખાતે દિવ્યાંગ બાળકોનો ચોથો ટેલેન્ટ હન્ટ વર્કશોપ યોજાઈ હતી. જેમાં રાજ્યકક્ષાના રમતગમતના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોતાની ફરજ દરમિયાન દિવ્યાંગ થનાર સીઆરપીએફના જવાનોને રમતગમત ક્ષેત્રે વિવિધ સિદ્ધી મેળવ્યા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રમત ગમત પ્રધાન ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષામાં સશક્ત બાળકોને રમતગમતમાં પોતાના કૌશલ્યો નિખારે તે હેતુથી સરકાર દ્વારા ખેલમહાકુંભ સહિતના કાર્યક્રર્મો યોજાય છે. પરંતુ દિવ્યાંગ બાળકોને પ્રોસ્તાહન આપવા માટેના ઘણાં ઓછા પ્રયત્નો થાય છે. માટે શારિરીક ખોળખાંપણવાળા બાળકો વિવિધ રમતોમાં પોતાનું યોગદાન આપી આગળ નીકળી શકે તે હેતુથી ગાંધીનગર પાસે સિક્યુરીટી ફોર્સમાં ચોથા તબક્કાનું પેરાગ્લાઇડીંગ દિવ્યાંગ રમતોત્સવનો આરંભ કરાયો છે. જેની માટે ખાસ શિક્ષકોની ફાળણી કરવામાં આવી છે.