- રાજ્ય સરકારે ડુંગળીના સ્ટોક પર સિલિંગ મૂકી
- જથ્થાબંધ વેપારી ફક્ત 25 મેટ્રિક ટન જ સ્ટોક કરી શકશે
- 31 ડિસેમ્બર સુધી ફિક્સ કરવામાં આવી સિલિંગ
ગાંધીનગર: રાજ્ય સરકારે ડુંગળીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 30 ડિસેમ્બર સુધી ડુંગળીના કોઈ પણ વેપારી 25 મેટ્રિક ટન સુધી જ સ્ટોક કરી શકશે. વધુ પ્રમાણમાં સ્ટોક કરી શકશે નહીં.
31 ડિસેમ્બર સુધીની સિલિંગ
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા જથ્થાબંધ વેપારીમાટે 31 ડિસેમ્બર સુધીની સિલિંગ કવામાં આવી છે. ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ દ્વારા અનેક ગણા માલનો સ્ટોક કરવામાં આવે છે અને કૃત્રિમ અછત ઉભી કરીને વધુ નફો કાઢવામાં આવે છે ત્યારે ફરીથી આવી કોઇ ઘટના ન બને અને લોકોને ડુંગળી પડાવી ન જાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર સુધી રાજ્યના ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ પર સિલિંગ મૂકવામાં આવી છે અને એક વેપારી ફક્ત 25 મેટ્રિક ટનનો જ સ્ટોક કરી શકશે આ નિર્ણય 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં લાગૂ કરવામાં આવ્યો છે.
એક વેપારી દીઠ 25 મેટ્રિક ટનનો જથ્થો ફિક્સ
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે એક વેપારી દીઠ ફક્ત 25 મેટ્રિક ટન ડુંગળીના જથ્થાને જ તેઓ સ્ટોકમાં રાખી શકશે જ્યારે છૂટક વેપારીઓ 2 મેટ્રિકનો જથ્થો રાખી શકશે.
કાળ બજાર રોકવા મહત્વનો નિર્ણય
બજારમાં ડુંગળીની કૃત્રિમ અછત ઊભી કરીને વેપારીઓ વધુ નફો કરે છે, ત્યારે આ વધુ નફાથી રાજ્યની જનતાને બચાવવા અને કાળા બજાર રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જથ્થાબંધ વેપારી ફક્ત 25 મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કરી શકશે અને છૂટક વેપારી ફક્ત બે મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કરી શકશે. આ સંગ્રહ કરવા માટેનો નિર્ણય 31 ડિસેમ્બર સુધી જ માન્ય ગણવામાં આવ્યો છે. ત્યાર બાદ રાજ્ય સરકાર ફરીથી હુકમ કરી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.