ETV Bharat / state

રાજ્ય સરકારે 2 ખાનગી APMCને આપી મંજૂરી, છેલ્લા 2 વર્ષમાં એક પણ નવી સરકારી APMC નહીં - Central Government Lok Sabha

કેન્દ્ર સરકાર દ્વારા APMC એક્ટ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના પ્રશ્નોનો રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક પણ સહકારી APMCને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે છેલ્લા 2 વર્ષમાં ફક્ત 2 જ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Mar 4, 2021, 4:28 PM IST

Updated : Mar 4, 2021, 4:53 PM IST

  • રાજ્યમાં 2 ખાનગી APMCને મંજૂરી
  • છેલ્લા 2 વર્ષમાં સહકારી એક પણ APMC નવી ખુલી નથી
  • સરકાર હવે ખાનગી APMC તરફ દોરાઈ ?

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા APMC એક્ટ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના પ્રશ્નોનો રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક પણ સહકારી APMCને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે છેલ્લા 2 વર્ષમાં ફક્ત 2 જ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે.

  • સરકારી APMC ને મંજૂરી કેમ નહીં ?

કોંગ્રેસના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં સરકારી APMCને મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી નહીં આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે પરંતુ જે રીતે વિધાન સભાગૃહમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. તેને ધ્યાનમાં લેતા છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે એક પણ સરકારી APMCને મંજૂરી આપી નથી અને ફક્ત બે જ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક અમદાવાદમાં ખાનગી APMCને મંજૂરી અપાઈ છે અને બીજી કચ્છ APMCને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપ પ્રમુખ અને પ્રધાનોએ બજેટ વિશે શું કહ્યું ? જુઓ આ ખાસ અહેવાલ

  • APMCમાં ભાજપના ધારાસભ્યની માલિકી ?

રાજ્ય સરકાર દ્વારા ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની આસપાસમાં ખાનગી APMCમાં ભાજપના ધારાસભ્યની માલિકી હોવાનું પણ ચર્ચા વિચારણા અને વાતો વહેતી થઈ છે. આમ વિધાનસભાગૃહમાં અમદાવાદની ખાનગી APMC ભાજપના ધારાસભ્યોની માલિકીની હોય તેવી વાતો પણ વહેતી થઇ છે.

આ પણ વાંચોઃ નવા APMC એક્ટથી ગુજરાતમાં કેવું થશે નુકસાન? જુઓ વિશેષ એહવાલ

  • રાજ્યમાં 30 સહકારી APMC બંધ થવાના આરે

રાજ્યમાં 30 APMC બંધ થવાને આરે છે, ત્યારે ETV ભારત દ્વારા 5 જૂનના રોજ એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં APMCની અંદર અને APMC કમ્પાઉન્ડની બહાર જે વેપારી ખરીદી વેચાણ કરી તેઓને અમુક ભાગ ચાર્જ તરીકે અથવા તો વેચાણ ચાર્જ તરીકે APMCને ચૂકવવાનો હોય છે પરંતુ નવો કાયદો આવવાના કારણે હવે આ ચાર્જ ચૂકવવો નહીં પડે જેથી APMCની આવક ઘટી છે અને APMCને થતી આવકનો ઉપયોગ કર્મચારીઓના પગાર ઉપરાંત વહીવટી ખર્ચ માટે થતો હતો પરંતુ આવક બંધ અથવા તો ઓછી થવાના કારણે લોકોને રોજગારી વગરના થશે અને અમુક APMC બંધ થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

Last Updated : Mar 4, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.