ગાંધીનગર: લોકડાઉન દરમિયાન દેશમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે દેશને આર્થિક રીતે બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનો બુસ્ટ પાવર આપવામાં આવ્યો છે. જેમાં આજે દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે જાહેરાત કરી હતી. તે જાહેરાતને રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન આર.સી.ફળદુ આવકાર આપ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજના બીજા ચરણમાં ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર માટે 3.10 લાખ કરોડના પેકેજને કૃષિપ્રધાન આર.સી ફળદુએ આવકારતા જણાવ્યું કે, દેશના ૩ કરોડ ખેડૂતોને સસ્તા વ્યાજ દરે 86,600 કરોડની લોન આપવામાં આવી તેનાથી ખેડૂતોને ફાયદો થશે. તથા પાકની ખરીદી માટે રાજયોને અપાતી નાણાંકીય મદદ 6700 કરોડ સુધી વધારી છે. નાના ખેડૂતો માટેની ઇન્ટ્રેસ સબવેન્સન સ્કીમને 1લી માર્ચથી વધારીને 31મે સુધી કરવામાં આવી છે.
• ખેડૂતો માટેના કિસાન ક્રેડીટ કાર્ડનો વ્યાપ વધારવામાં આવશે
• ગ્રામીણ વિસ્તારના માળખાકીય સુવિધા માટે 4200 કરોડ આપવામાં આવ્યાં
• કોઇપણ રાજયમાં રાશન સરળતાથી મળી રહે તે માટે વન નેશન વન રેશન કાર્ડની ક્રાંતીકારી યોજનાનો અમલ કરવાનો નિર્ણય પણ ખુબ જ આવકારદાયક છે. જેનાથી પરપ્રાંતીય કામ કરતા મજુરોને ફાયદો
• સ્ટ્રીટ વેન્ડર માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડીટ સુવિધાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે
વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાતથી સીએમ વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 10 લાખ જેટલા નાના વેપારીઓ, ફેરીયા, રીક્ષા ચાલકોને લાભ મળશે.