ETV Bharat / state

લૉકડાઉનના ચૂસ્ત અમલ માટે તંત્રની ધાર બની તેજ, પોલિસબેડો જ નહીં SRP પણ મોટી સંખ્યામાં તહેનાત - Lockdown

લૉક ડાઉનના બાકીના સાત દિવસો દરમિયાન પણ લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ વધુ સઘન પ્રયાસો કરશે. જેમાં એસ.આર.પી., સી.આઇ.ડી. ક્રાઇમ, વિવિધ પોલીસ સંસ્થાઓ, એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારી-કર્મચારીઓ અને એસઆરપી ફોર્સ ફાળવી દેવાયાં છે.

લૉક ડાઉનના ચૂસ્ત અમલ માટે તંત્રની ધાર બની તેજ, પોલિસબેડો જ નહીં SRP પણ મોટીસંખ્યામાં તહેનાત

author img

By

Published : Apr 7, 2020, 7:53 PM IST

ગાંધીનગર : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉક ડાઉનના બાકીના સાત દિવસો દરમિયાન પણ કડક અમલવારી માટે પોલીસ વધુ સઘન પ્રયાસો કરશે. રાજ્યના નાગરિકોએ અત્યાર સુધી જેવો સંયમ રાખ્યો છે એવો જ સંયમ રાખીને પોલીસને સહયોગ આપે તે જરૂરી છે અન્યથા નાછૂટકે પોલીસ જરૂરી ફોર્સ વાપરતાં પણ અચકાશે નહીં તેવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ચીમકી આપી હતી.

લૉક ડાઉન દરમિયાન પોલીસ વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની મીડિયાને વિગતો આપતાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે અને ક્લસ્ટર કવોરંટાઈન કરાયું છે ત્યાં લૉક ડાઉનનો વધુ કડકાઇથી અમલ કરાશે. જેમાં એસ.આર.પી., સી.આઇ.ડી. ક્રાઇમ, વિવિધ પોલીસ સંસ્થાઓ, એન્ટી કરપ્શન બ્યીરોના અધિકારી-કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જેમાં વધારાના ૧૩ ડીવાયએસપી, ૧૦૨ પીઆઇ, ૫૧ પીએસઆઇ અને ૩૯૭ એ.એસ.આઈ થી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ સહિત એસ.આર.પી. ફોર્સને પણ તહેનાત કરી દેવાઈ છે. ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચના અનુસાર લૉક ડાઉનના ચુસ્ત અમલ માટે એન.સી.સી.ના ૨૬૯૮ અને એન.એસ.એસ.ના ૨૭૩૪ તાલીમબદ્ધ કેડેટ્સને પોલીસની કામગીરીમાં જોડીને તેમનો પણ સહયોગ લઇ લોકડાઉનની કડક અમલવારીની કામગીરી વધુ સઘન બનાવાશે.

લૉક ડાઉનના ચૂસ્ત અમલ માટે તંત્રની ધાર બની તેજ, પોલિસબેડો જ નહીં SRP પણ મોટીસંખ્યામાં તહેનાત
સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે પણ સીએમ રૂપાણીએ ખાસ તકેદારી રાખવા સૂચવ્યું છે, તે માટે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવાયું છે. શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યાં છે તેમને ગામના આગેવાનો - પોલીસ મિત્રની મદદ લઈને કવોરંટાઈન કરવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે અને આવા લોકોને ગામના વયસ્કોથી દૂર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.જ્યારે લોકડાઉનના અમલમાં કાર્યરત પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આવા તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને આ દરમિયાન કોરોના રોગના લક્ષણો જણાય તો ટેકનોલોજીની મદદથી તેની જાણ ઉચ્ચ અધિકારીઓને થશે એટલું જ નહીં, દરરોજ તેમની મેડીકલ ફિટનેસ અપડેટ લેવામાં આવશે. પોલીસ અધિકારી-કર્મચારીઓના હેલ્થ ચેકઅપની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલ પાસ - પરમીટનો દુરુપયોગ કરે છે, આ વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડ્રોન મારફતે પણ આવા વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે, રાજ્યમાં ૧૧૪ ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે.દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૨૬ નાગરિકો ઓળખાયાં હતાં. આજે અન્ય વધુ એક વ્યક્તિને ઓળખી લેવામાં આવ્યા છે જે નવસારીના ગણદેવી વિસ્તારના છે. એટલે કે દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા કુલ ૧૨૭ વ્યક્તિઓને ગુજરાત પોલીસે ઓળખી કાઢ્યાં છે. જે પૈકી મોટાભાગના અમદાવાદ, ભાવનગર, મહેસાણા, જૂનાગઢ, બોટાદ, સૂરત, છોટાઉદેપુર અને નવસારી વિસ્તારના હોવાનું ધ્યાને આવ્યું છે.સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૧ ગુનાઓ દાખલ કરી ૨૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લૉક ડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૩૪૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૬૪ ગુનાઓ દાખલ કરી લૉક ડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં ઝાએ જણાવ્યું હતું કે, લૉક ડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૫૪૧ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૬૭૭ તથા અન્ય ૧૬૨ ગુનાઓ મળી કુલ ૨૩૮૦ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત ૩૯૫૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૭૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.