ETV Bharat / state

Special campaign by Gujarat Police : ગુજરાત પોલીસની ઈ એફઆઈઆરને લઇ ખાસ ઝુંબેશ, 1799 FIR નોંધાઇ - હર્ષ સંઘવી સાથે બેઠક

ગુજરાત પોલીસ દ્વારા ઇ એફઆઈઆરમાં મળેલી ફરિયાદોની પુનહ તપાસ કરી ગુનો નોંધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ માટે આયોજન થઇ ગયું છે. આ સંદર્ભે 7900 વધુ અરજીઓ આવી છે અને 1799 FIR નોંધાઇ છે. આ વિશે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Special campaign by Gujarat Police : ગુજરાત પોલીસની ઈ એફઆઈઆરને લઇ ખાસ ઝુંબેશ, 1799 FIR નોંધાઇ

author img

By

Published : Feb 15, 2023, 10:15 PM IST

ગાંધીનગર : ગુજરાતના સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનમાં જવું ના પડે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વાહન અને મોબાઈલ ચોરીની ઘટનામાં ઓનલાઈન ફરિયાદની સિસ્ટમ અમલીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ઓનલાઇન આવેલ અરજીઓનો તમામ પુન:તપાસ કરીને ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.

23 જુલાઈથી ઓનલાઈન FIR શરૂ કરવાઇ ગુજરાત પોલીસ દ્વારા 23મી જુલાઈ, 2022થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે eFIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત 8મી ફેબ્રુઆરી, 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી હતી. જેમાંથી 1799 અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી છે.

આ પણ વાંચો કેન્દ્રિય ગૃહપ્રધાને E-FIRનો કરાવ્યો પ્રારંભ, હવે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા

હર્ષ સંઘવી સાથે બેઠક રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીમાં દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોને નકારાત્મક પ્રતિભાવો મળ્યાં હતાં. જેને લઇ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 થી 25 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ખાસ ઝુંબેશમાં કઇ કામગીરી થશે આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં 23 જુલાઈ 2022 થી 08 ફેબ્રુઆરી 2023 સુધીના સમયગાળામાં દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે. અરજદારો પાસેથી વિગતો મેળવી, સ્થળની મુલાકાત કરાશે અને પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો ફલિત થતા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Cyber Crime : 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીએ કર્યા ખુલાસા

ચોરી થયેલ વાહનોના નંબર નેત્રમ સિસ્ટમમાં મુકાશે રાજ્યમા વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી ANPR કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે.

પરત કરવાની કાર્યવાહી કરાશે આ ઉપરાંત મોબાઈલ ચોરીના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા IMEI નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.