નીતિન પટેલે કહ્યુ કે, રાજ્યમાં પલ્સ પોલિયો અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કુડાસણ ખાતે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. જિલ્લામાં 837 રસીકરણ બુથ, 121 મોબાઈલ ટીમ, 3388 આરોગ્ય કર્મીઓ, આશા વર્કર, નર્સિંગ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો ફરજ બજાવશે. 2007થી ગુજરાત પોલિયો મુક્ત છે. આપણો દેશ પણ પોલિયો મુક્ત જાહેર થયેલો છે.
રાજ્યમાં આંદોલન થઇ રહ્યા છે. તેને લઈને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન ક્યાં સંદર્ભમાં વિરોધીઓને કહ્યું હતું એ મને ખ્યાલ નથી. એમના નેતૃત્વમાં ખૂબ સારા કામ ચાલી રહ્યા છે. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર બધાને જે લાભ મળવા પાત્ર હોય એ મળી રહ્યા છે. હાર્દિક પટેલની ધરપકડને લઈને પ્રિયંકા ગાંધીએ ટિપ્પણી કરી હતી. તેને લઈને કહ્યું કે, પ્રિયંકાબેનને કાયદાની સમજ હોવી જોઈએ. કોર્ટની પ્રક્રિયા મુજબ પાલન કરવું પડે. કોર્ટની પરવાનગી કે મંજૂરી વગર વારંવાર ગેરહાજર રહે તો કોર્ટ કાર્યવાહી કરતી હોય છે. આ કાયદાકીય પ્રક્રિયા છે એમાં રાજ્ય સરકાર ક્યાંય વચ્ચે આવતી નથી.
કેટલાક વિરોધીઓ ગુજરાતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે. પરંતું ગુજરાતની પ્રજાને અમારા પર વિશ્વાસ છે. પ્રજા એમની વાતોમાં આવતી નથી. અમે સાચી અને સારી વાત સમજાવીએ છીએ. તેમજ ઉશ્કેરણી કરનાર લોકોને જાકારો આપીએ છીએ. કોંગ્રેસના પત્રો લખનાર કોઈ જ નથી. 26 સાંસદો ભાજપના જ છે. કોંગ્રેસને તો સંસદ સભ્યો સમ ખાવા પૂરતા પણ નથી. અમારા સાંસદો તો લોકોની લાગણીઓ મુકી રહ્યા છે. એમનો ઉશ્કેરણીનો કોઈ ઉદ્દેશ્ય નથી.
કોંગ્રેસના કાર્યકરો જે રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે, ભાજપના આ નેતાએ આ પત્ર લખ્યો એમ કહીને કોઈ કોઈનાથી નારાજ છે કે, વિરૂદ્ધમાં છે એ યોગ્ય નથી. વિકૃત રીતે અર્થઘટન કરવું એ યોગ્ય નથી. હાઉડી ટ્રમ્પ મામલે કહ્યુ કે, ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ વધ્યું છે. એટલે ભારત સાથે મૈત્રી વધારવા માટેનો પ્રયાસ અન્ય દેશો કરી રહ્યા છે. ભૂતકાળમાં સરકારો કામ ન કરતી હોય તો વિશ્વસનીયતા નહોતી પણ અમે કરીએ છીએ. એટલે લોકો અમને વધુ રજૂઆતો કરે છે. મુખ્યપ્રધાનનું નિવેદન સાચું છે કે, મારી પાસે જે પત્રો આવે છે. હું સંબંધિત વિભાગોને મોકલી આપું છું. જો ન્યાય સંગત હોય તો એ વાતો પર વિચારણા કરીને એને અમલમાં મુકતા હોઈએ છીએ.