આ બાબતે રાજ્યકક્ષાના કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, મેં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લેહરીએ થોડા સમય પહેલા લેખિતમાં ક્રુઝ સર્વિસ શરૂ કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. જેને પગલે કેન્દ્રીય ટીમ દ્વારા વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સાથે જ વેરાવળ પાસે આ સર્વિસનું માળખું બાંધી શકાય છે. તેવી શક્યતાઓને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
આમ પ્રવાસીઓના ઘસારામાં વધારો થાય તથા સોમનાથ અને દ્વારકામાં આવનાર દિવસોમાં વર્તમાન સમય કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હવે આવનારા દિવસોમાં દિવસોમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા વચ્ચે મુસાફરો માટે ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે.