રાજ્યના મોટાભાગના લોકો સરકાર સામે માંગણી કરતા હોય છે. ત્યારે તેની સુરક્ષા, તોડફોડ ન થાય તેની જવાબદારી પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવે છે, ત્યારે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીના મનમાં પણ તેને લઈને રંજ હોય છે કે, તમે તો રજૂઆત કરો છો પરંતુ, અમારી રજૂઆત કોણ સાંભળશે ? પોલીસના કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવતા હોય છે. રજાના દિવસે પણ ઉપરી અધિકારીનો આદેશ આવે તો પોતાનું કામ પડતું મૂકીને પહેલા ફરજ બજાવવા દોડી જાય છે.
બાળકો સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી. પરંતુ, અન્ય તમામ કર્મચારીઓ પોતાના બાળકો સાથે વાર તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ પોલીસ કર્મચારીઓની વેદના કોઈ જાણતું નથી. ગઈકાલે 15 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુના હસ્તે ગુજરાત પોલીસને નિશાન ચક્રથી સન્માનિત કરવામાં આવી હતી, ત્યારે આ નિશાન ચક્ર આપ્યા બાદ પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.