ગાંધીનગર:ગુજરાતમાં આવીને મૂળ આફ્રિકાના લોકોએ વર્ષોથી આ રાજ્યને પોતાનું ઘર બનાવ્યું છે. સીદી સમાજના લોકોની વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરી થાય તો સરકારી યોજના તેમજ સરકાર તરફથી મળતા લાભ પ્રાપ્ય બને. 65 વર્ષ પછી આ સમાજની વસ્તી ગણતરીનું કામ યુવાનોને સોંપવામાં આવ્યું છે, જે એમના જ સમાજના છે. અગાઉ જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે માત્ર છ જિલ્લાઓમાં એમના પરિવારો મળી આવ્યા હતા. પરંતુ સમાજના આગેવાન સ્પષ્ટતા કરે છે કે, હાલના તબક્કે ઘણા બધા જિલ્લાઓમાં સમાજના સભ્યનો વસવાટ જોવા મળે છે. આ તમામ લોકો વર્ષો પહેલા દક્ષિણ આફ્રિકાથી ગુજરાતમાં આવીને વસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સીદી સમાજની વસ્તી: ગુજરાતમાં સિદી સમાજના કેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. તેનો કોઈ પરફેક્ટ આંકડો સામે આવ્યો નથી. ત્યારે સીદી સમાજના અને એક લોકોને રાજ્ય સરકારે દ્વારા મળતા લાભ પણ પ્રાપ્ત થતા નથી. ઉલ્લેખનીએ છે કે જ્યારે ભૂતકાળમાં સીદી સમાજની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ફક્ત 6 જિલ્લાઓમાં જ સીધી સમાજની વસ્તી હતી. પરંતુ હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સીદી સમાજની વસ્તીઓ જોવા મળે છે. ત્યારે તમામ જિલ્લાઓમાં વસ્તી ગણતરી સર્વે થાય તે બાબતે થોડા દિવસ અગાઉ જ સીદી સમાજના લોકોએ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરને રજૂઆત કરી હતી. કુબેર ડીંડોરે તમામ જિલ્લાઓમાં સિદી સમાજના પાંચ સભ્યોની ટીમ બનાવીને જિલ્લા પ્રમાણે વસ્તી ગણતરી થાય તે બાબતની સૂચના પણ આપી છે. આ તમામ જવાબદારી સીધી સમાજના યુવાનોએ લીધી છે.
વસ્તી ગણતરી થાય તો શું થશે: ફાયદો સીડી સમાજની વાટી ગણતરી થાય એ બાબતે મહેસાણા ના સલીમ મકવાએ ETV સાથેનું વાતચીતમાં જણાવ્યું હતું કે ' પહેલા જ્યારે ભૂતકાળમાં વસ્તી ગણતરી થઈ હતી. ત્યારે ગુજરાત ના ફક્ત 6 જિલ્લામાં જ સિદી સમાજના લોકો વસવાટ કરી રહ્યા હતા. જ્યારે હાલના તબક્કે ગુજરાતના તમામ જિલ્લામાં સિદી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યારે પહેલાની વસ્તીગણતરી મુજબ અમુક લોકોને ST કેટેગરીનો લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે અનેક લોકોને સરકારી યોજના અને લાભ પ્રાપ્ત થતા નથી. જેથી સિદી સમાજની વસ્તી ગણતરી થશે તો અંશે પરિવારજનોને સરકાર ની યોજના, બાળકોને શિક્ષણ અને અન્ય લાભ થશે.
આંકડો સરકાર પાસે નથી: સીદી સમાજનાં મહેસાણાના આગેવાન સિદી સલીમ વધુમાં જણાવ્યું હતું કે' સરકાર સીદી સમાજ બાબતનો સર્વે કરી રહ્યા છે જે તે સમયે 6 જિલ્લામાં જ સિદી આદિવાસી તરીકે રહેતા હતા. પરંતુ અનેક જિલ્લાઓમાં છૂટા છવાયા સીદી સમાજના લોકો વસવાટ કરી રહ્યા હતા. ત્યારે આ આંકડો સરકાર પાસે નથી અને જો સર્વે કરવામાં આવે તો સીદી સમાજનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઈ શકે તેમ છે. ગુજરાતમાં સીદી સમાજ માટે કોઈ ચોક્કસ બજેટ પણ નથી. ત્યારે જો વસ્તી ગણતરી પૂર્ણ થાય અને સર્વે પૂર્ણ થાય તો સીદી સમાજને પણ ચોક્કસ બજેટ પ્રાપ્ત થઈ શકે. સિદી સમાજના મહાપ્રધાન સિદી હુસેને જણાવ્યું હતું કે છેલ્લે 1958માં સીદી સમાજની વસ્તી ગણતરી થઈ હતી, પરંતુ આ 6 જિલ્લામાં હતી. જ્યારે અત્યારે અનેક જિલ્લાઓમાં સીદી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે, તેઓને આદિજાતિનો દાખલો પ્રાપ્ત થયો નથી અને દાખલો મેળવવા માટે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી છે.