ETV Bharat / state

Semicon India 2023 : ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે : મુખ્યપ્રધાન

આજે મંગળવારે સેમિકોન ઈન્ડિયા-2023 ના પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોકાણ અને રોજગારી અંગે આશા વ્યક્ત કરી હતી. દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્રીય આઈટી રાજ્યકક્ષાના પ્રધાને કહ્યું કે, ગુજરાત આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એપી સેન્ટર બન્યું છે.

Semicon India 2023
Semicon India 2023
author img

By

Published : Jul 25, 2023, 10:17 PM IST

ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડીયા-2023 અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોકાણ અને રોજગારી અંગે આશા વ્યક્ત કરી હતી. દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપ્યું છે.

સેમિકોન ઈન્ડિયા 2023 : ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના વિઝન સાથે જોડાયેલા આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ડેવલપમેન્ટમાં ભારતની વૈશ્વિક પાવર હાઉસ બનવા તરફની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. નાગરિકો આગામી તારીખ 30 જુલાઈ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં 150 જેટલા સ્ટોલ ઉભા કર્યા છે, જેમાં વિશ્વની 80 અગ્રણી કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં 25 સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ કરાયો છે. જેઓ તેમની નવીનતાઓ પ્રદર્શિત કરશે અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાશે.

મુખ્યપ્રધાનની અપેક્ષા : પ્રદર્શનનો શુભારંભ કરાવ્યા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગજગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશન, ઓટોમોટીવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સેમિકોન ઇન્ડિયા-2023 ની કોન્ફરન્સ પહેલા આ ક્ષેત્રના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા અને તેના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ભારત આત્મનિર્ભર
ભારત આત્મનિર્ભર

વિદ્યાર્થીઓ માટે સોનેરી તક : મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, જે આ ક્ષેત્રમાં રસરૂચિ ધરાવતા લોકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે આકર્ષણ બનશે. ગુજરાતના એન્જિનિયરીંગ તેમજ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટર ચીપ નિર્માણની જટીલ પ્રક્રિયાઓને સમજવા માટેની આ સુવર્ણ તક છે. વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલમાંથી સેમિકન્ડક્ટર ઉદ્યોગને લગતી તમામ માહિતી મેળવી ભરપૂર જ્ઞાન મેળવશે અને આ સોનેરી તકનો લાભ લેશે.

દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશ-વિદેશની સેમિકન્ડક્ટર ચીપ કંપનીઓ દ્વારા ગુજરાતમાં સેમિકન્ડક્ટરના સેક્ટરમાં રોકાણથી રાજ્યમાં રોજગારીના નવા દ્વારા ખુલી રહ્યા છે.-- ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન, ગુજરાત)

ઉદ્યોગકારોને સંદેશ : તેઓએ કહ્યું કે, ગુજરાતના ઉદ્યોગકારોએ પણ આ પ્રદર્શનની મદદથી સેમિકન્ડક્ટર ઉદ્યોગની જરૂરિયાતોને સમજવી જોઈએ. માઇક્રોન ટેકનોલોજી તેમજ સેમિકન્ડક્ટર ઉદ્યોગને લગતી ભવિષ્યમાં ભારત તેમજ ગુજરાતમાં આવનાર અન્ય કંપનીઓના સપ્લાય પાર્ટનર બનવાની તકને ઝડપી પોતાના ઉદ્યોગનો આ વિકસતા ક્ષેત્રમાં વિસ્તરણ કરવો જોઈએ.

સેમિકોન ઈન્ડિયા-2023 ના પ્રદર્શનનું ઉદઘાટન

સેમિકન્ડક્ટર ક્ષેત્રે એપી સેન્ટર : કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સેમિકોન ઇન્ડિયા-2023 કોન્ફરન્સ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે અતિમહત્વપૂર્ણ કાર્યક્રમ છે. ગત વર્ષે આ કાર્યક્રમનું આયોજન બેંગ્લોરમાં થયું હતું. તેની બીજી શ્રેણીનું આ વર્ષે ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું એપી સેન્ટર બન્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નામાંકિત કંપની માઈક્રોન સાથે 22,500 કરોડના રોકાણ સાથે MoU કર્યા છે.

ભારત આત્મનિર્ભર : સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના સપનાને સાકાર કરવા છેલ્લા એક વર્ષમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. આ ક્ષેત્રના વિકાસથી રોજગારીની તકોમાં વ્યાપક વધારો થવાની સંભાવનાઓ છે. છેલ્લા પાંચથી છ વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનું એનરોલ્મેન્ટ ઘટ્યું હતું. પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના એનરોલ્મેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે.

23 દેશના સ્ટોલ : સેમિકોન ઈન્ડિયા-2023 માં વિશ્વના 23 દેશો ઉપરાંત ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સ્ટોલ છે. જે સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે રાજ્ય સરકારોના સામૂહિક પ્રયાસને દર્શાવે છે. SCL, ISRO અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત IIT બોમ્બે, IIT મદ્રાસ, BITS પિલાની, ગણપત યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ સક્રિયપણે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

  1. Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર
  2. Gandhinagar News : અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડ રુપિયાનો દંડ, મોતીયા સર્જરીમાં બેદરકારીની સજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.