ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગઈકાલ 10મી જાન્યુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. આજે આ વાઈબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે જ્યારે આવતીકાલે 12 જાન્યુઆરીએ સમિટનું સમાપન થશે. વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અધધ મુડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં આગામી સમયમાં મોટા પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
આજના કાર્યક્રમ
- સ્ટાર્ટ અપ્સ: અસિમિત ક્ષમતાઓને પ્રોત્સાહન
- ઈ-કોમર્સ: વ્યવસાય હવે આંગળીના ટેરવે
- પોર્ટ આધારિત શહેરી વિકાસ
- ભવિષ્ય માટે કાર્યબળનું નિર્માણ: ઈન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય
- ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ: 2047 તરફ આગેકૂચ
- ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સ
- કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ
- TECHADE: ટેકનોલોજી દશક તરફ ભારતનું પ્રયાણ
- GIFT સિટી: આધુનિક ભારતની મહત્વકાંક્ષા
- પુન:પ્રાપ્ય ઉર્જા: ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
- સેમિકન્ડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ
ટોચના ઉદ્યોગપતિઓનું ગુજરાતમાં મૂડી રોકાણઃ વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે ગૌતમ અદાણીના અદાણી જુથ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી. અદાણી જૂથ ખાવડામાં સૌથી મોટા 30 ગીગાવોટના ગ્રીન એનર્જી પ્લાન્ટની સ્થાપના કરશે જેના થકીગુજરાતમાં 1 લાખ રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત લક્ષ્મી મિત્તલ જૂથ ગુજરાતના હઝીરા ખાતે 60 હજાર કરોડના મૂડી રોકાણ સાથે 2.40 કરોડ ટનની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે, જ્યારે જાપાની કંપની તોષીહીરો સુઝુકી 38,200 કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે વાર્ષિક 2.5 લાખ ગાડીઓ માટે નવી એસેમ્બલી લાઈન અને વધુ 10 લઆખ ગાડીઓના ઉત્પાદન સાથે બીજો પ્લાન્ટ સ્થાપશે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું રિલાયન્સ જુથે અત્યાર સુધીમાં દેશમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યુ છે, તેમાંથી ત્રીજો ભાગ ગુજરાતમાં છે, કંપની જામનગર ખાતે ગીગા ફેક્ટરી, 5જી નેટવર્ક વિસ્તરણ, આર્ટીફીસીયલ ઈન્ટેલિજન્સ થકી રિટેલ, શિક્ષણ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રા, આ ઉપરાંત ભારતના 2036ના ઓલિમ્પિક આયોજન માટે જરૂરી સઘળી મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. આ કડીમાં એન ચંદ્રશેખર, ટાટા જૂથ ધોલેરા ખાતે સેમીકન્ડક્ટર પ્લાન્ટ અને સાણંદ ખાતે લીતીયમ બેટરી પ્લાન્ટ સ્થાપશે. પેટીએમ 100 કરોડના મૂડી રોકાણ સાથે ગિફ્ટ સિટીમાં પેમેન્ટ પ્રોસેસિંગ ગેટવેનું આયોજન છે.