ETV Bharat / state

અધ્યક્ષ કરતા MLAને પગાર ઓછો પણ ભથ્થા વધારે, રૂ.7000 તો માત્ર ટેલિફોન બિલ - ગુજરાત ધારાસભ્યો પગાર

ગુજરાત વિધાનસભામાં 20 ડિસેમ્બરે (મંગળવારે) નવા ધારાસભ્યો શપથ ગ્રહણ (Gujarat Assembly 2022 MLAs to take oath) કરશે. તો આ ધારાસભ્યોને કેટલો પગાર સરકાર (Salary of Gujarat Assembly 2022 MLAs) ચૂકવે છે. તેમ જ અન્ય રાજ્ય કરતાં ગુજરાતના ધારાસભ્યોને કેવો પગાર (Gujarat MLAs Salary) મળે છે. તે અંગેની વિગત જોઈએ આ અહેવાલમાં.

અધ્યક્ષ કરતા MLAને પગાર ઓછો પણ ભથ્થા વધારે, રૂ.7000 તો માત્ર ટેલિફોન બિલ

author img

By

Published : Dec 19, 2022, 8:46 AM IST

Updated : Dec 19, 2022, 11:10 AM IST

ગાંધીનગર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપે 156 બેઠક, કૉંગ્રેસે 17, આમ આદમી પાર્ટી 5 બેઠક અને અપક્ષને 4 બેઠક મળી છે. ત્યારે હવે રાજ્યની વિધાનસભામાં આ તમામ ધારાસભ્યો આવતીકાલે (મંગળવારે) શપથ ગ્રહણ (Gujarat Assembly 2022 MLAs to take oath) કરશે. તો આ ધારાસભ્યોને માસિક વેતન કેટલું ચૂકવવામાં આવે છે તેની પર કરીએ (Salary of Gujarat Assembly 2022 MLAs) એક નજર.

MLA ક્વાટર્સમાં મળેશે આલિશાન મકાન ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને (Salary of Gujarat Assembly 2022 MLAs) એમ.એલ.એ ક્વાટર્સ ખાતે (MLA Quarters in Gandhinagar) એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, 2 બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ જોઈએ તો, માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે અને વાર્ષિક 456 રૂપિયા (Gujarat MLA Allowance) અને 5 વર્ષના ફક્ત 2281.25 રૂપિયાના સામાન્ય ખર્ચમાં ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે. જ્યારે લાઈટ બિલ, ટેલિફોન બિલ અને સાફ સફાઈનો (Facilitation of MLAs of Gujarat) ખર્ચ પણ સરકાર ભોગવે છે.

ધારાસભ્યોનો અત્યારનો પગાર
ધારાસભ્યોનો અત્યારનો પગાર

ધારાસભ્યોને મળતા વધારાના આર્થિક લાભ જો ધારાસભ્ય રેલવે દ્વારા પ્રવાસ કરે તો તેમને રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસીનું ભાડું મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસીનું અડધું ભાડું આનુષંગિક ખર્ચ તરીકે (Facilitation of MLAs of Gujarat) મળવાપાત્ર છે.

સભ્યોના પ્રવાસની સગવડ રેલવે - વિધાનસભા સભ્ય (Gujarat Assembly 2022) પોતાના પતિ કે પત્ની અને બીજા 2 કુટુંબીજન સાથે ગુજરાત રાજ્યની અંદર રેલવેના પ્રથમ વર્ગ કે સેકન્ડ એસીમાં પ્રવાસ કરી શકે છે. ગુજરાત બહાર પણ ઉપર મુજબ જ સભ્યો પ્રવાસ કરી શકે છે, પરંતુ સભ્ય એકલા ગુજરાત રાજ્ય બહાર એક નાણાકીય વર્ષમાં 10,000 કિલોમીટર અને તેમના સહયાત્રીઓ સાથે 20000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકે (Facilitation of MLAs of Gujarat) છે.

વધારાના લાભ
વધારાના લાભ

એસટી વિધાનસભાના સભ્યો પોતાના ઓળખપત્ર દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં (લક્ઝરી બસ સહિત) તેની પત્ની કે પતિ અને બીજા 2 કુટુંબીજનો સાથે પ્રવાસ (Facilitation of MLAs of Gujarat) કરી શકે છે.

વિમાની સેવા વિધાનસભાના સભ્ય પોતાના કુટુંબના એક સભ્ય સાથે એક નાણાકીય વર્ષમાં પોતાના નજીકના એરપોર્ટથી ભારતના કોઈપણ ભાગમાં ત્રણ વખત આવવાજવાનો પ્રવાસ કરી શકે છે. તે અંગે થયેલ ખર્ચ પેટે રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસી બે માંથી જે વધારે હોય તે ભાડું જેટલુ જ ભાડું (Facilitation of MLAs of Gujarat) ખર્ચ થાય છે.

તબીબી સારવાર વિધાનસભાના (Gujarat Assembly 2022) વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને તેના પર આધારિત કુટુંબીજનોને રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે તબીબી, સારવાર મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત કૉર્પોરેશન કે પંચાયતની હોસ્પિટલ, ગ્રાન્ટ ઈન એઈડ હોસ્પિટલ અને જીએમઈઆરએસની સરકારી તથા ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લીધેલી સારવારનું સંપૂર્ણ વળતર મળવાપાત્ર છે. ખાનગી હોસ્પિટલમાં પણ અંદરના અને બહારના દર્દી તરીકે લીધેલી સારવાર નો પણ સંપૂર્ણ ખર્ચ મળવાપાત્ર છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય તથા તેના પર આશ્રિત કુટુંબીજનોને ખાનગી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે લીધેલી સારવારનું વળતર પેકેજ રેટ પ્રમાણે મળવાપાત્ર થાય છે.

અન્ય રાજ્યોમાં પગાર
અન્ય રાજ્યોમાં પગાર

ટેલિફોનની સગવડ સભ્યને તેમના વતનના નિવાસ સ્થાનના ટેલિફોનનું ભાડું મળવાપાત્ર (MLA Quarters in Gandhinagar) છે. સાથે જ ગાંધીનગર સ્થિત સદસ્ય નિવાસ સ્થાને જો ટેલિફોન જોડાણ લે તો સરકાર તેનો ભાડાં ખર્ચ ભોગવે છે.

ભોજનની સગવડ સદસ્ય નિવાસ (MLA Quarters in Gandhinagar) ખાતે સદસ્ય ભોજનાલયમાં સભ્યોને રાહત દરે ભોજનની સગવડ આપવામાં આવે છે.

રિઝર્વેશન કાઉન્ટર સવલત વિધાનસભાના સભ્યોને વિધાનસભાના (Gujarat Assembly 2022) મકાનમાં રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત આપવામાં આવી છે.

ધારાસભ્યને મળતા લાભો ધારાસભ્યને માસિક પગાર (Gujarat MLAs Salary) રૂપિયા 1,37,592 મળે છે. જ્યારે MLA ક્વાટર્સમાં ટેલિફોન રાખે તો ખર્ચ પણ સરકાર ભોગવે છે. આ ઉપરાંત પ્રતિ કિલોમીટર સીએનજી કારના 6, ડીઝલ કારના 10 અને પેટ્રોલ કારના 11 રૂપિયા પ્રવાસ ભથ્થું મળશે.

2018માં પ્રધાનો-ધારાસભ્યોના પગારમાં થયો હતો 65 ટકાનો વધારો વર્ષ 2018માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે મુખ્યપ્રધાન, કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્યકક્ષાના પ્રધાનો, , તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) એમએલએના પગારમાં સુધારો કરતું વિધેયક પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોના પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને પ્રધાનોના પગાર-ભથ્થામાં (Gujarat MLA Allowance) 45,000 રૂપિયાનો વધારો કરી 87,000માંથી 1,32,000 કરવામાં આવ્યો હતો.

મોંઘવારી ભથ્થું પણ વધ્યું જ્યારે મોંઘવારી ભથ્થાના (Gujarat MLA Allowance) લાભ મળ્યા બાદ પ્રધાનોને 1.55 લાખ તો ધારાસભ્યોને 1.37 લાખ પગાર મળે છે, કોરોના કાળ બાદ રાજ્યના ધારાસભ્ય નો પગાર રૂપિયા 1.16 લાખ હતો, જેમાં તબક્કાવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતાં હાલ ધારાસભ્યોને 1.37 લાખ જ્યારે પ્રધાનો અધ્યક્ષને 1.55 લાખ જેટલો પગાર મળે છે.

ધારાસભ્ય કરતા અધ્યક્ષ-પ્રધાનોને મળતા મૂળ પગાર કરતા 36 ટકા વધુ પગાર વિધાનસભા (Gujarat Assembly 2022) અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો અને વિરોધ પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્યોને મળતા મૂળ પગાર (Gujarat MLAs Salary) કરતા 36 ટકા વધુ પગાર મળે છે. સૂચિત જોગવાઈ અનુસાર મૂળ પગાર રૂ. 70125 ના સ્થાને રૂ. 98, 500, એકત્રિત ભથ્થું રૂ 7000ના બદલે રૂ 20000, વાહન ભથ્થું રૂ. 4000ના બદલે રૂ. 7000, મોંઘવારી ભથ્થું રૂ. 5,679ના સ્થાને રૂ. 6,895 ચૂકવાય છે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ રૂ. 86804ના બદલે નવી જોગવાઈ મુજબ પ્રતિમાસ રૂ.1,32,395 મળવાપાત્ર થયો છે.

2018માં પાસ કરાયું હતું વિધેયક આમ, પદાધિકારીઓને પ્રતિમાસ રૂ. 45, 591 જેટલી વધુ રકમ મળવાપાત્ર થાય છે. વર્ષ 2018 ના સપ્ટેમ્બર માસમાં 14 મી વિધાનસભાના (Gujarat Assembly 2022) બીજા સત્રમાં આ વિધેયક પસાર કરાયું હતું, જેનો 14મી વિધાનસભાની પ્રથમ બેઠકની (Gujarat Assembly 2022) તારીખથી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારાનો (Gujarat MLA Allowance) લાભ તા.22-12-2017થી મળવાપાત્ર કરવામાં આવ્યો હતો. 14મી વિધાનસભા દરમિયાન કુલ 45,000 નો પગાર વધારો કરવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન અને તમામ પ્રધાનોને સરખું ભથ્થું ગુજરાત રાજ્યમાં પહેલા મુખ્યપ્રધાનને ટ્રાવેલિંગનું અલગ ભથ્થુ પ્રાપ્ત થતું હતું, પરંતુ હવે મુખ્યપ્રધાન હોય કે કેબિનેટ કક્ષાના પ્રદાન હોય તમામ પ્રધાનોને સરખું જ ટ્રાવેલિંગ ભથ્થું પ્રાપ્ત થાય છે. જ્યારે ટ્રાવેલિંગ પ્રથામાં ધારાસભ્ય અને મર્યાદિત ટ્રાવેલિંગ ભથ્થું પ્રાપ્ત થાય છે. જ્યારે ધારાસભ્યને મર્યાદામાં ભથ્થું મળે છે.

ધારાસભ્યોના પગાર વહેલા શરૂ થાય એટલે બોલાવાયું સત્ર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly 2022) તમામ ધારાસભ્યોને પગાર (Gujarat MLAs Salary) તથા વિવિધ ભથ્થા (Gujarat MLA Allowance) મળવાની પણ શરૂઆત વહેલી થાય તેથી વહેલુ વિધાનસભા સત્ર બોલાવાયું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ 2002માં શપથવિધિ બાદ માત્ર 5 જ દિવસમાં વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું હતું, જેના 20 વર્ષ બાદ પ્રથમ વખત આ ઘટના બની રહી છે.

19 ડિસેમ્બર 2027માં પૂર્ણ થશે કાર્યકાળ આમ, 15 મી વિધાનસભાનો કાર્યકાળ 19 ડિસેમ્બર 2027ના પૂરો થશે. પણ જો રાજ્યમાં કે દેશમાં કટોકટી આવે તો તેવી પરિસ્થિતિમાં સંસદ કાયદો કરીને સદરહૂ મુદત એક સાથે વધુમાં વધુ એક વર્ષ સુધી લંબાવી શકશે, પરંતુ ઉદઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં તે મુદત વધુમાં વધુ 6 મહિના કરતાં વધારે લંબાવી શકશે નહીં.

વિપક્ષ નેતાને કેબિનેટનો દરજ્જો ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) વિપક્ષના નેતાને પણ કેબિનેટ નેતાનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે કેબિનેટ કક્ષાના પ્રધાનોને જે પ્રકારની સુવિધા મળે છે. તેવી જ પ્રકારની શુભેચ્છા વિરોધ પક્ષના નેતાને પણ મળે છે. આમાં પ્રધાન આવાસમાં બંગલો, સરકારી ગાડી અને તમામ સુખ સુવિધા સાથે જ ટ્રાવેલ એલાઉન્સ પણ સરકારના પ્રધાનો જેટલું જ પ્રાપ્ત થાય છે. જ્યારે વિપક્ષના નેતાનો ટપાલ ખર્ચ 1 હજારથી વધારી 10 હજાર કરવામાં આવ્યો છે.

Last Updated : Dec 19, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.