આ અંગે કોર્પોરેટર જયરાજસિંહ વાઘેલાએ કહ્યું કે, મારા વોર્ડમાં ટ્રી ગાર્ડ સહિતની માંગણીઓ કરવામાં આવી છે. પરંતુ માત્ર હોદ્દેદારોના જ સૂચનો ઉપર ધ્યાન આપવામાં આવે છે. ત્યારે અમે અમારા વોર્ડના વસાહતીઓને જવાબ પણ આપી શકતા નથી તેવી સ્થિતિનો નિર્માણ થયો છે. ત્યારે મારી વિનંતી છે કે, તમામ કોર્પોરેટરના સૂચનો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે અને ઝડપથી તેમણે માંગણી પૂરી કરવામાં આવે. ત્યારે મેયર દ્વારા પણ પંદર દિવસમાં તેમની તમામ માગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
રાજ્યની આઠ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોને પગાર ચૂકવવામાં આવે છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં માસિક 12 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. જ્યારે મીટીંગ ભથ્થું 500 રૂપિયા, ટેલીફોન બધું 1000 રૂપિયા અને માસિક ખર્ચ રૂપિયા 1500 ચુકવવામાં આવે છે.જામનગર, ભાવનગર, જૂનાગઢમાં 7000 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હોય છે.જ્યારે તમામ ભથ્થા એકસરખા ચૂકવાયા હતા.ગાંધીનગર મહાપાલિકામાં અસ્તિત્વમાં આવ્યા બાદ 4500 રૂપિયા કોર્પોરેટરને ચૂકવવામાં આવતા હતા, જે હવે 7000 રૂપિયા ચૂકવામાં આવશે.
ગાંધીનગર મહાપાલિકાના પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર માટે આવતા મૃત દેખાવમાં શહેર સિવાયના મૃતદેહો પાસે રિચાર્જ લેવાનું સૂચન કર્યું હતું.તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા વિસ્તાર બહારના લોકો મોટી સંખ્યામાં મુક્તિધામ ખાતે આવે છે ત્યારે તેમની પાસેથી ચાર્જ લેવો જોઈએ. આ બાબતે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની આ સૂચન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, આ મોટા ભાગના ગામડાઓ ગાંધીનગર શહેરના અસરગ્રસ્તો છે ત્યારે તેમની પાસેથી ચાર્જ લેવો વ્યાજબી નથી.
ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ બાદ કાયમી કર્મચારીઓની નિમણૂંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નાણા લઇને કેટલાક માનીતા અને નિમણૂકો આપવાનો કારસો રચવામાં આવ્યો છે. આ બાબતનો સવાલ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટએ ઉઠાવતા જ પ્રેક્ષક ગેલેરીમાંથી સભા બરખાસ્ત કરવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેયર દ્વારા સભા બરખાસ્ત કરવાનો આદેશ કરાયો હતો.