ETV Bharat / state

આંદોલન, વિરોધ અને સંઘર્ષ વચ્ચે રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ, વાંચો ETV ભારતનો આ વિશેષ અહેવાલ... - વિજય રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાનમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 1 ઓગષ્ટના દિવસે ફેસબુકના માધ્યમથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારે રાજ્યમાં મુખ્યપ્રધાન કોણ બનશે તે અંગેની ચર્ચાઓ થતી હતી. પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો કળશ રાજકોટના નેતા, રાજ્યમાં વાહન વ્યવહારપ્રધાન વિજય રૂપાણી પણ ઢોળ્યો હતો. 8 ઓગષ્ટના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શપથવિધી કરવામાં આવી હતી. આજે રૂપાણી સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકારે અનેક આંદોલનો અને વિરોધ વચ્ચે વિકાસની યાત્રા કઇ રીતે આગળ ધપાવી તેમજ કેટલા અને કેવા કામો કર્યા? જુઓ ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ...

rupanigoverment
author img

By

Published : Aug 7, 2019, 4:23 AM IST

1 ઓગષ્ટના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન પદ પર પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને ફેસબુકના માધ્યમથી રાજીનામુ આપ્યુ ત્યારે પત્રકારો વિજય રૂપાણીની કેબિનમાં હતા. વિજય રૂપાણીના તો એ વાતની ખબર સુધ્ધા નહોતી કે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ બીજા જ દિવસે હવે રાજ્યના પાલનહાર કોણ? તે પ્રશ્ન ગાંધીનગરની ગલીઓથી માંડી રાજ્યના દરેક ગામમાં ચર્ચાઈ રહી હતી. તમામની નજર નિતીન પટેલ પર હતી અને અચાનક ભાજપના કેન્દ્રિય નેતૃત્વ દ્વારા વિજય રૂપાણીના નામ પર મહોર મારવામાં આવી હતી. વિજય રૂપાણી આનંદીબેન પટેલની સરકારમાં વાહન-વ્યવહાર પ્રધાન હતા, જ્યારે નીતીન પટેલ આનંદીબેન પટેલ બાદ મોટા નેતા મનાતા હતા. પરંતુ વિજય રૂપાણીની પસંદગી થતાં તમામ રાજકીય વિશ્લેષકોથી માંડી રાજકારણના રસિયાઓ માટે આશ્ચર્યના સમાચાર હતા. ખુદ વિજય રૂપાણી માટે આ સમાચાર આશ્ચર્યના હતા.

વિજય રૂપાણીએ ગુજરાતની એ ગાદી સંભાળવાની હતી, જ્યાં નરેન્દ્ર મોદીથી માંડી જીવરાજ મહેતા, કેસુભાઈ અને શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજોએ સેવા આપી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આનંદીબેન પટેલ બાદ સંભાળેલી સત્તા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર જોયા છે. તેમના શાસનકાળમાં અનેક આંદોલનો થયા છે. તેમની સરકારનો ભારે વિરોધ થયો છે. વિધાનસભાથી માંડી રસ્તાઓ ઉપર તેમની અનેક મુદ્દે ટીકા થઈ છે. છતાં તેઓ પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થયાં છે.

પાટીદાર આંદોલનથી માંડી અલ્પેશ ઠાકોરની દારૂબંધીની ઝુંબેશ અને જીજ્ઞેશ મેવાણીની સરકાર સામેની લડત પણ તેમના શાસનકાળમાં જોવા મળી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ લડતોના કારણે ક્યાંક ભાજપને નુકશાન થયું હતુ. પરંતુ તેને વાળી લેવામાં મુખ્યપ્રધાન સક્ષમ બન્યા અને કોંગ્રેસને સંપૂર્ણ રીતે તોડી તેના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યોને ભાજપમાં જોડવામાં પણ તેમની આગેવાની પ્રશંસાને પાત્ર રહી છે.

3 વર્ષના શાસનકાળ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના લોકહિતાર્થે નિર્ણયો

ગુજરાત વિકાસ દર 10.4 ટકા પહોંચ્યોઃ

રાજ્યનો દરેક ક્ષેત્રમાં કામકાજ ઉભરી આવ્યા છે લોકોની માથાદિઠ આવકામાં વધારો થયો. વિકાસની યાત્રામાં ગુજરાતના વિકાસરથ 10.4 ટકાએ પહોચ્યો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ, વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાથી રાજ્યમાં નવા ઉર્ધોગો આવ્યા, નવી રોજગાર ઉબી થઇ, નવા ઉર્ઘોગો આવતા રાજ્યમાં જમીનના ભાવે આસમાને પહોંચ્યા ગુજરાત દેશનુ ગ્રોથ એન્જીન બન્યુ

ગૌ હત્યા અટકાવવાનો કાયદોઃ

રાજ્યમાં ગૌ હત્યા બાબતે અનેક રીતે રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવ્યો, સતત ગૌ હત્યાના બનાવો સામે આવતા હતા. તેને રોકવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો, માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ખાનગી રાખીને તમામ ઓપરેશન પાર પાડવામાં આવ્યા, માહિતી આપનારને પુરસ્કાર આપવાની જાહેરાત કરી.

જમીનનો માલિકી હક્કઃ

રાજ્યમાં સૂચિત સોસાયટી અને યુએલસીની ફાજલ જમીનની માલિકીનો હક્ક પુન:પ્રાપ્ત કરાવ્યો.

જમીનની કાર્યવાહી ઓનલાઇન કરાઇઃ

રાજ્યમાં કોઇ પણ વ્યક્તિના જમીને લગતુ કામ હોય તો તેઓને લાંબી લાઇનમાં ઉભા રહેવા ના પડે, તેના માટે જમીનના તમામ કામકાજ ઓનલાઇન કરવામાં આવ્યા,

શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમઃ

રાજ્યમાં શિક્ષણનુ સ્તર સુધરે અને શિક્ષકો પર કેપ મુકી શકાય તે માટે ગાંધીનગરથી મોનિટરીંગ સિસ્ટમ બનાવવામાં આવી, ઓનલાઇન ટ્રેકિંગની મદદથી શિક્ષણ શાળાએ આવ્યા છે કે નહી ? કેટલા બાળકોએ શાળા છોડી તે અંગેની તમામ માહિતી મળે તેવી સિસ્ટમ કરવામાં આવી. બાળકોની શાળા ડ્રોપિંગ રેટમાં ઘટાડો થયો.

સૌરાષ્ટ્રમાં સૌની યોજનાઃ

સૌરાષ્ટ્રમમાં સૌની યોજનાનો અમલ કરવામાં આવ્યો, સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં જ્યાં 15 દિવસે પીવાનુ પાણી મળતુ ના હતુ તે પાણી પણ હવે સૌની યૌજનાથી મળતુ થયુ.

દરિયાઈ વિસ્તારમાં ડિસેલીનેશન પ્લાન્ટઃ

રાજ્યને 1600 કિલોમિટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. રાજ્યમાં પાણીનો પહેલેથી પોકાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ નાખવાનો આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇને દરિયાના ખારા પાણીને મીઠુ કરીને પીવાના ઉપયોગમાં લઇ શકાશે. વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાન- રાજ્યમાં વરસાદી પાણીનો બગાડના થયા, વરસાદી પાણી ગટરમાં વહી ના જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરીકોને વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાનની શરૂઆત કરી, લોકો વર્તમાન સમયમાં હવે પોતાના ફ્લેટ, એપાર્ટમેન્ટમાં સિસ્ટમ લગાવીને કુવા કે ટાંકીમાં વરસાદી પાણી સંગ્રહ કરી રહ્યા છે.

મહિલા સશક્તિકરણ માટે વ્હાલી દીકરીઃ

રાજ્યમાં મહિલાઓની શુરક્ષા માટે હંમેશા અગ્રેસર હોય છે. મહિલાઓના સશ્કિતકરણ માટે અનેક આયોજન કરવામાં આવ્યા, વિઘાનસભા ગૃહમાં વ્હાલી દીકરી યોજના અંગે જાહેરાત કરી, જે હમણા જ લાગુ કરવામાં આવી છે.

વિધવા પેશનઃ

રાજ્યમાં પહેલા વિઘવાને ફક્ત 1200 રૂપીયાની સહાય આપવામાં આવતી હતી. જ્યારે વિઘવા મહિલાનો દિકરો 22 વર્ષ પુર્ણ કરે તો સહાય આપોઆપ પુર્ણ થઇ જતી હતી. પરંતુ વર્ષ 2019 જુલાઇના બજેટમાં વિધવા મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે જેમાં વિધવાને આજીવન આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અન્નપૂર્ણા યોજનાઃ

રાજ્યમાં શ્રમિકોને શુધ્ધ અને સાત્વિક ભોજન મળી રહી તે માટે રાજ્ય સરકાર દ્વારા અન્નપુર્ણા યોજના અમલીકરણ કરવામાં આવી. જેમાં અત્યારે 5 લાખથી વધુ શ્રમિકો લાભ લઇ રહ્યા છે.

મેડિકલમાં 2200 સીટનો વધારોઃ

રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારો અને જીલ્લામાં ડોક્ટરોની સંખ્યમાં ઘટાડો છે. ડોક્ટોરની સંખ્યમાં વધારો થાય, મેડિકલના વિર્ઘાર્થીઓને બીજા રાજ્યમાં જવુ ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા મેડિકલની સિટોમાં વધારો કર્યો, જુનાગઢમાં નવી મેડિકલ કોલેજની શરૂઆત કરવામાં આવી.

ટુરીઝમ ક્ષેત્રેઃ

વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યું ઓફ યુનિટીનુ કામગીરી વિજય રૂપાણીના નેતૃત્વમાં કરવામાં આવ્યુ. ઉપરાંત ગીર ફાઉન્ડેશન, ફોસીલ પાર્ક, જેવા સ્થળો વિકસાવવામાં આવ્યા.ઃ

હુકકબાર અને દારૂબંધી કાયદામાં સુધારોઃ

રાજ્યનુ યુવાધન ખરાબ ના થાય, અવળી દિશા તરફના વળે તે માટે રાજ્ય સરકારે હુક્કાબારનો કાયદો લાવીને અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા તમામ હુક્કાબાર બંધ કરાવ્યા, કાયદા પછી જે હુક્કાબાર પકડાયા તે સંચાલકોને કડક સજા કરીને એક અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યુ. જ્યારે રાજ્યની સુરક્ષા હેતુસર તમામ શહેરોમાં, જીલ્લામાં સીસીટીવી નેટવર્ક ઉભુ કર્યુ. બળાત્કારના કેસમાં ઝીરો ટોલરન્સની નિતી અપનાવીને આરોપીઓને સખત સજા અપાવી

ઉપરાત રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે શહેરી ગરીબો માટે આવસ યોજના, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ, સૌર ઊર્જા,રૂફટોપ સોલાર પ્લાન્ટ, વિન્ડ પાવર, ગ્રીન એન્ડ ક્લીન એનર્જી, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારી 4 લાખ કરવામાં આવ્યો, સરકારી નોકરીમાં 1.5 લાખ કર્મચારીની ભરતી કરવામાં આવી, રોજગારી મેલા થકી 15 લાખ યુવાને રોજગારીઆપવામાં આવી છે. વનબધું સર્વાંગી વિકાસ માટે પેસા એક્ટ, નર્મદા યોજનાં સંપન્ન કરવામાં આવી, દિવ્યાંગ નિગમ, બિન અમાનત આયોગની રચના જ્યારે કોમી એખલાસ પણ આવી.

Intro:નોંધ : વિજય રૂપાણી ની સરકારે 3 વર્ષમાં જે કામ કર્યા તે તમામ વિગત સાથેની સ્ટોરી....

રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન અને વર્તમાનમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 1 ઓગષ્ટના દિવસે ફેસબુકના માધ્યમથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારે રાજ્યમાં મુખ્યપ્રધાન કોણ બનશે તે અંગેની ચર્ચાઓ થતી હતી પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો કળશ રાજકોટના નેતા, રાજ્યમાં વાહન વ્યવહારપ્રધાન વિજય રૂપાણી પણ ઢોળ્યો. 8 ઓગષ્ટના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શપથવિધી કરવામાં આવી અને રાજ્યના મુખ્યપ્રધાન બન્યા વિજય રૂપાણી. આજે રૂપાણી સરકારને ત્રણ વર્ષ પુર્ણ થયા છે. રાજ્ય સરકારે અનેક આંદોલન જોયા, વિરોધ જોયો પરંતુ વિકાસની યાત્રા કઇ રીતે આગળ વધી, રાજ્ય સરકારે કેટલા અને કેવા કામો કર્યા જુઓ ઈટીવી ભારતનો વિશેષ અહેવાલBody:આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યુ ત્યારે....

1 ઓગષ્ટના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન પદ પર પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને ફેસબુકના માધ્યમથી રાજીનામુ આપ્યુ ત્યારે પત્રકારો વિજય રૂપાણીની કેબીનમાં હતા. વિજય રૂપાણીના ખબર ના હતી કે આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યુ છે. ત્યારબાદ બીજા જ દિવસે હવે રાજ્યના પાલનહાર કોણ ? તેવી વાતો વહેતી થઇ, નિતીન પટેલ દ્વારા તો મુખ્યપ્રધાન તરીકેની તૈયારીઓ પણ કરી લીધી હતી પરંતુ બાદમાં વિજય રૂપાણીનુ મુખ્યપ્રધાન તરીકે ના કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ...

 Conclusion:સતત ત્રણ વર્ષથી વિજય રૂપાણીના નેતૃત્વમમાં કામ  કરતી સરકારે કરેલા કામ...

·        ગુજરાત વિકાસ દળ 10.4 ટકા પહોંચ્યો- રાજ્યનો દરેક ક્ષેત્રમાં કામકાજ ઉભરી આવ્યા છે લોકોની માથાદિઠ આવકામાં વધારો થયો. વિકાસની યાત્રામાં ગુજરાતના વિકાસરથ 10.4 ટકાએ પહોચ્યો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ, વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાથી રાજ્યમાં નવા ઉર્ધોગો આવ્યા, નવી રોજગાર ઉબી થઇ, નવા ઉર્ઘોગો આવતા રાજ્યમાં જમીનના ભાવે આસમાને પહોંચ્યા ગુજરાત દેશનુ ગ્રોથ એન્જીન બન્યુ

·        ગૌ હત્યા અટકાવવાનો કાયદો – રાજ્યમાં ગૌ હત્યા બાબતે અનેક રીતે રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવ્યો, સતત ગૌ હત્યાના બનાવો સામે આવતા હતા. તેને રોકવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો, માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ખાનગી રાખીને તમામ ઓપરેશન પાર પાડવામાં આવ્યા, માહિતી આપનારને પુરસ્કાર આપવાની જાહેરાત કરી.

·        સૂચિત સોસાયટી અને ULC ની ફાજલ જમીનનો માલિકી હક્ક – રાજ્યમાં સૂચિત સોસાયટી અને યુએલસીની ફાજલ જમીનની માલિકીનો હક્ક પુન:પ્રાપ્ત કરાવ્યો.

·        જમીનની કાર્યવાહી ઓનલાઇન કરાઇ- રાજ્યમાં કોઇ પણ વ્યક્તિના જમીને લગતુ કામ હોય તો તેઓને લાંબી લાઇનમાં ઉભા રહેવા ના પડે, તેના માટે જમીનના તમામ કામકાજ ઓનલાઇન કરવામાં આવ્યા,

·        શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ- રાજ્યમાં શિક્ષણનુ સ્તર સુધરે અને શિક્ષકો પર કેપ મુકી શકાય તે માટે ગાંધીનગરથી મોનિટરીંગ સિસ્ટમ બનાવવામાં આવી, ઓનલાઇન ટ્રેકિંગની મદદથી શિક્ષણ શાળાએ આવ્યા છે કે નહી ? કેટલા બાળકોએ શાળા છોડી તે અંગેની તમામ માહિતી મળે તેવી સિસ્ટમ કરવામાં આવી. બાળકોની શાળા ડ્રોપિંગ રેટમાં ઘટાડો થયો.

·        સૌરાષ્ટ્રમાં સૌની યોજના- સૌરાષ્ટ્રમમાં સૌની યોજનાનો અમલ કરવામાં આવ્યો, સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં જ્યાં 15 દિવસે પીવાનુ પાણી મળતુ ના હતુ તે પાણી પણ હવે સૌની યૌજનાથી મળતુ થયુ.

·        દરિયાઈ વિસ્તારમાં ડિસેલીનેશન પ્લાન્ટ- રાજ્યને 1600 કિલોમિટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. રાજ્યમાં પાણીનો પહેલેથી પોકાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ નાખવાનો આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇને દરિયાના ખારા પાણીને મીઠુ કરીને પીવાના ઉપયોગમાં લઇ શકાશે.

·        વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાન- રાજ્યમાં વરસાદી પાણીનો બગાડના થયા, વરસાદી પાણી ગટરમાં વહી ના જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરીકોને વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાનની શરૂઆત કરી, લોકો વર્તમાન સમયમાં હવે પોતાના ફ્લેટ, એપાર્ટમેન્ટમાં સિસ્ટમ લગાવીને કુવા કે ટાંકીમાં વરસાદી પાણી સંગ્રહ કરી રહ્યા છે.  

·        મહિલા સશક્તિકરણ માટે વ્હાલી દીકરી- રાજ્યમાં મહિલાઓની શુરક્ષા માટે હંમેશા અગ્રેસર હોય છે. મહિલાઓના સશ્કિતકરણ માટે અનેક આયોજન કરવામાં આવ્યા, વિઘાનસભા ગૃહમાં  વ્હાલી દીકરી યોજના અંગે જાહેરાત કરી, જે હમણા જ લાગુ કરવામાં આવી છે.

·        વિધવા પેશન- રાજ્યમાં પહેલા વિઘવાને ફક્ત 1200 રૂપીયાની સહાય આપવામાં આવતી હતી. જ્યારે વિઘવા મહિલાનો દિકરો 22 વર્ષ પુર્ણ કરે તો સહાય આપોઆપ પુર્ણ થઇ જતી હતી. પરંતુ વર્ષ 2019 જુલાઇના બજેટમાં વિધવા મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે જેમાં વિધવાને આજીવન આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

·        અન્નપૂર્ણા યોજના- રાજ્યમાં શ્રમિકોને શુધ્ધ અને સાત્વિક ભોજન મળી રહી તે માટે રાજ્ય સરકાર દ્વારા અન્નપુર્ણા યોજના અમલીકરણ કરવામાં આવી.  જેમાં અત્યારે 5 લાખથી વધુ શ્રમિકો લાભ લઇ રહ્યા છે.

·        મેડિકલમાં 2200 સીટનો વધારો- રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારો અને જીલ્લામાં ડોક્ટરોની સંખ્યમાં ઘટાડો છે. ડોક્ટોરની સંખ્યમાં વધારો થાય, મેડિકલના વિર્ઘાર્થીઓને બીજા રાજ્યમાં જવુ ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા મેડિકલની સિટોમાં વધારો કર્યો, જુનાગઢમાં નવી મેડિકલ કોલેજની શરૂઆત કરવામાં આવી.

·        ટુરીઝમ ક્ષેત્રે વિકાસ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યું ઓફ યુનિટીનુ કામગીરી વિજય રૂપાણીના નેતૃત્વમાં કરવામાં આવ્યુ. ઉપરાંત ગીર ફાઉન્ડેશન, ફોસીલ પાર્ક, જેવા સ્થળો વિકસાવવામાં આવ્યા.

·        હુકકબાર અને દારૂબંધી કાયદામાં સુધારો- રાજ્યનુ યુવાધન ખરાબ ના થાય, અવળી દિશા તરફના વળે તે માટે રાજ્ય સરકારે હુક્કાબારનો કાયદો લાવીને અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા તમામ હુક્કાબાર બંધ કરાવ્યા, કાયદા પછી જે હુક્કાબાર પકડાયા તે સંચાલકોને કડક સજા કરીને એક અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યુ. જ્યારે રાજ્યની સુરક્ષા હેતુસર તમામ શહેરોમાં, જીલ્લામાં સીસીટીવી નેટવર્ક ઉભુ કર્યુ. બળાત્કારના કેસમાં ઝીરો ટોલરન્સની નિતી અપનાવીને આરોપીઓને સખત સજા અપાવી

ઉપરાત રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે શહેરી ગરીબો માટે આવસ યોજના, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ, સૌર ઊર્જા,રૂફટોપ સોલાર પ્લાન્ટ, વિન્ડ પાવર, ગ્રીન એન્ડ ક્લીન એનર્જી, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારી 4 લાખ કરવામાં આવ્યો, સરકારી નોકરીમાં 1.5 લાખ કર્મચારીની ભરતી કરવામાં આવી, રોજગારી મેલા થકી 15 લાખ યુવાને રોજગારીઆપવામાં આવી છે. વનબધું સર્વાંગી વિકાસ માટે પેસા એક્ટ, નર્મદા યોજનાં સંપન્ન કરવામાં આવી, દિવ્યાંગ નિગમ, બિન અમાનત આયોગની રચના જ્યારે કોમી એખલાસ પણ આવી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.