રાષ્ટ્રપિતા મહાત્માં ગાધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી અને સ્ચ્છ ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થયાના ભાગ રૂપે સ્વચ્છતાની ઐતિહાસિક સિધ્ધી અતર્ગત સ્વચ્છતા હી સેવા 2019 માસ અન્વયે રાજયના તમામ જિલ્લા, ગામો, ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓના વિસ્તારોમાં સ્વચ્છતા શપથ અને મહા શ્રમદાનનો ગાંધીનગર જિલ્લાનો કાર્યક્રમ અડાલજ ખાતે યોજાયો હતો. મહેસુલ પ્રધાન કૌશિક પટેલ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. પરંતુ તે હાજર નહિ રહેતા તેમની જગ્યાએ મુખ્ય સચિવ જે.એન.સિંઘ હાજર રહ્યા હતા. તેમણે અડાલજના આજુબાજુ વિસ્તારમાં સફાઇ કરી હતી.
જેમાં તમામ ધાર્મિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ કોર્પોરેટ ક્ષેત્ર, ગામ અને શહેરના અગ્રણીઓ ભાગ લીધો હતો. આ તમામ લોકો જનભાગીદારી દ્વારા ગામ શહેરના દરેક મહોલ્લા, શેરીઓ જાહેર રસ્તા જાહેર ચોક શાળાના ભવનો વગેરેમાં પ્લાસ્ટીક કચરાની સફાઇ કરાવી નક્કી કરેલ સ્થળ પર વિશાળ જન આંદોલન સ્વરૂપે પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ કર્યુ હતું.
એકત્ર કરેલ તમામ પ્લાસ્ટિક કચરાને પર્યાવરણમાં પાછો ન મોકલવા માટે લેન્ડ ફીલ સાઇટ પર ડમ્પ કરવામાં ન આવે તથા તેને બાળવામાં ન આવે તે સુનિશ્ચિત કરાવામાં આવ્યું હતું. તથા એકત્ર કરવામાં આવેલ કચરાને નજીકની નગરપાલિકા અને મહાનગર પાલિકાના નિર્ધારીત કરેલ કલેકશન સેન્ટર પર મોકલાવામાં આવ્ય હતો.