ETV Bharat / state

ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે: જયરામ રમેશ - regarding bharat jodo yatra

ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે તેવો દાવો કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયપ્રધાન જયરામ રમેશ (bharat jodo yatra) દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીજીના ભારત છોડો નારાના 80 વર્ષ બાદ, કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈ નીકળી છે. આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે ભારત જોડો યાત્રા કોંગ્રેસે કરી હોવાનું જયરામ રમેશે જણાવ્યું હતું.

ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે: જયરામ રમેશ

author img

By

Published : Sep 24, 2022, 7:10 PM IST

ગાંધીનગર: કોંગ્રેસના(congress) પૂર્વ કેન્દ્રીયપ્રધાન જયરામ રમેશ ભારત જોડો યાત્રાના 17મા દિવસે ગુજરાત પહોંચ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, ભારત જોડો યાત્રા (bharat jodo yatra ) કોંગ્રેસ માટે સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' લઈને નીકળ્યું છે, ત્યારે ભારત છોડોમાં જોડાયેલ લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ન યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.

ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે: જયરામ રમેશ

વિશેષ ઉત્સાહ જોવા મળ્યો: જે રીતે ભાજપના નેતાઓ તરફથી ખોટા અને પાયાવિહોણા નિવેદનો આવી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ મુશ્કેલીમાં છે. ભારત જોડો યાત્રાને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ અંગે યાત્રા દરમિયાન તેમનામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે.(regarding bharat jodo yatra) અમારી મુલાકાતનો એક હેતુ કાર્યકરોનો ઉત્સાહ અને મનોબળ વધારવાનો છે. પાર્ટીની યાત્રામાં દરરોજ સવારે 5 હજાર લોકો ભાગ લે છે. જ્યારે સાંજે 23થી 30 હજાર લોકો ભેગા થાય છે.

રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા: કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે. જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે. સાડા પાંચ મહિનામાં આ યાત્રા (congress plan for bharat jodo yatra) 3570 કિમીનું અંતર કાપનાર છે, વિપક્ષી પાર્ટીઓના દુપ્રચાર વચ્ચે યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને AICC કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે.

ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર: આ યાત્રા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6 થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે, જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે. 80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા 'ભારત છોડો' નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે.. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન ન હોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે.

કોંગ્રેસ માટે સંજીવની: ભારત જોડો યાત્રાનું મહત્વ સમજાવતા રાષ્ટ્રીય કોંગ્રેસ ઉદયપુર ખાતેની ચિંંતન શિબિરમાં ભારત જોડો યાત્રા નક્કી કરાઈ હતી. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી, તેઓ કોંગ્રેસ સાથે જોડાશે. ભારતમાં આર્થિક વિસંગતતાને કારણે દેશ તૂટી રહ્યો છે. આર્થિક સમાનતા આવશે તો જ દેશ જોડાશે. તો દેશને આર્થિક સમાનતા પર લાવવા, બીજું એ કે આજકાલ દેશમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, પ્રાદેશિક ધ્રુવીકરણ વધી રહ્યું છે. લોકોને તોડવા નહીં પરંતુ જોડવા માટે આ યાત્રા મહત્વની છે. જ્યારે અંતિમ કારણમાં રાજકીય કેન્દ્રીકરણ જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં યાત્રા કેમ નહીંઃ ભારત જોડો યાત્રા ગુજરાતની આજુબાજુના રાજ્યો માંથી પસાર થાય છે, પરંતુ ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી. ભાજપે પણ આ સંદર્ભે આક્ષેપો કર્યા હતા. દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. અનેક રૂટ જોવાયા એમાં આ એકમાત્ર રૂટ એવો હતો કે જે સંપૂર્ણ રીતના પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવેનો ઉપયોગ કરવો પડે એમ હતો. આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ ન હતા. અને એ સમયગાળામાં ચૂંટણી આવી ગઈ હોત. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યસ્ત હોય એ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માંગતા. પરંતુ યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે એમ જયરામ રમેશે જણાવ્યું હતુ.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ: આગામી સમયે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી ચૂંટણી લડશે નહીં. અશોક ગેહલોત તેમને મનાવવા માટે યાત્રામાં આવ્યા હતા. રાહુલજી અડગ રહેતા અશોક ગેહલોત સ્પષ્ટતા કરી કે તેઓ ઉમેદવાર છે. ભારતમાં કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે કે જેમાં અધ્યક્ષની પણ ચૂંટણી થાય છે. જો કે 125 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ કરવી પડી છે. બાકી કોંગ્રેસ સહમતીમાં માને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.