ETV Bharat / state

રાજ્યસભાની જંગઃ જાણો કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની પ્રતિક્રિયા - રાજ્યસભા ચૂટણી માટે મતદાન

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરુ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણી પણ મત આપવા પહોંચ્યા હતા અને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Etv Bharat, Gujarati News, Rajyasabha Election
રાજ્યસભાની ચૂંટણી
author img

By

Published : Jun 19, 2020, 10:36 AM IST

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે સૌ પ્રથમ રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે મતદાન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મતદાન બાદ માડમે જણાવ્યું હતું કે, પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના બન્ને ઉમેદવાર વિજયી થશે.

ધારાસભ્ય વિક્રમ માડમ અને હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા
વિક્રમ માડમે મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, મેં આજે રાજયસભાનું મતદાન કર્યું છે. પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના બન્ને ઉમેદવાર વિજયી બનશે. આ સાથે જ બિટીપીના મત રાજ્યસભાના ઇલેક્શનમાં મહત્વના છે, ત્યારે બિટીપી પણ કોંગ્રેસ પક્ષના તરફી જ મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજા અને બાપુનગરના ધારાસભ્ય હિમતસિંહ પટેલે મતદાન કર્યું હતું. મતદાન બાદ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જ્યારે મતદાન પહેલા હિંમતસિંહ પટેલ દ્વારા ભાજપ પક્ષમાં પ્રોક્સી મત માટેનો સંપર્ક કર્યો હતો પણ તે બાબતે હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે મતદાન શરુ છે. જેથી હું આ બાબતે કઈ નહીં બોલી શકું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.