ETV Bharat / state

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ નગરચર્યા પર, રાજ્યની સૌથી લાંબી છે આ રથયાત્રા - Gujarati news

ગાંધીનગરઃ જિલ્લામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે રાજ્યમાં સૌથી લાંબી ગણાતી 32 કિલોમીટરની રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિર ખાતે રથયાત્રાનું 7:25 કલાકે પ્રસ્થાન થયું હતું. “હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જય જગન્નાથ"ના નારાઓ વચ્ચે પાટનગરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રા સમિતિના મંત્રી ડૉ. દિનેશ કાપડિયાએ કહ્યું કે, પાટનગરની 35મી રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે સામે ચાલીને આજે નીકળ્યા હતા. ત્યારે ભક્તો ઉત્સાહપૂર્વક ભગવાનના દર્શનનો લાહ્વો લઇ રહ્યાં હતા.

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા
author img

By

Published : Jul 4, 2019, 10:02 AM IST

રાજ્યમાં અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. મોટી સંખ્યામાં જગન્નાથજીના ભક્તો રથયાત્રામાં જોડાઇ છે. ત્યારે પાટનગરની રથયાત્રાનું મહત્વ અમદાવાદની રથયાત્રા સમું જોવા મળે છે. અમદાવાદમાં જે વર્ષે રથયાત્રા નીકળી ન હતી, તે વર્ષથી ગાંધીનગરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ 35મી રથયાત્રા નીકળી રહી છે. રાજ્યમાં પાટનગરની રથયાત્રા સૌથી લાંબી 32 કિલોમીટરની છે. ત્યારે ગાંધીનગરની રથયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ લારી, ડીજે અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા
ઉલ્લેખનીય છે કે, પંચદેવ મંદિરથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપરથી નીકળે છે. જેમાં સેક્ટર 22 શોપીંગ સેન્ટર, સેક્ટર 17 શોપિંગ સેન્ટર, સેક્ટર 16 બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર 15 કોલેજ, સેક્ટર 12, ઘ 2, ચ 2, સેક્ટર 8, પોલીસ ભવન બાદ સેક્ટર 29ના જલારામ મંદિરથી બપોરા કરશે. ત્યારબાદ એસ.પી કચેરી સેકટર 27 શોપિંગ સેક્ટર24 સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિર સેક્ટર 22, 29, સેક્ટર 21 શોપિંગ સેન્ટર 21 વૈજનાથ મંદિર થઈને નીજ મંદિરે સાંજે સાત વાગ્યે પરત ફરશે.આમ, રથયાત્રાનું શહેરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી મંડળ અને નાગરિકો વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે સેક્ટર 29 જલારામ મંદિર દ્વારા 7000 ભક્તોને પ્રસાદ આપવામાં આવશે. જેમાં ખીચડી, બટાટાનું શાક, છાશ અને મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. જેનો લ્હાવો લેવા જગન્નાજીના ભક્તોનો ઘોડાપુપ ઉમટ્યું હતું.

Intro:હેડિંગ) પાટનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા

ગાંધીનગર,

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે રાજ્યમાં સૌથી લાંબી ગણાતી 32 કિલોમીટરની રથયાત્રા ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના સેક્ટર 22 માં આવેલા પંચદેવ મંદિર ખાતે રથયાત્રાનું 7:25 કલાકે પ્રસ્થાન કર્યું હતું. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જય જગન્નાથના નારાઓ વચ્ચે પાટનગરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રા સમિતિના મંત્રી ડૉ. દિનેશ કાપડિયાએ કહ્યું કે, પાટનગરની 35મી રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે સામે ચાલીને આજે નીકળ્યા હતા. ત્યારે ભક્તો ઉત્સાહપૂર્વક ભગવાનના દર્શનનો લાહ્વો લે.

Body:રાજ્યમાં અમદાવાદની રથયાત્રાનું અનેરુ મહત્વ છે. મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાતા હોય છે. ત્યારે પાટનગરની રથયાત્રાનું તેટલું જ મહત્વ છે. અમદાવાદમાં જે વર્ષે રથયાત્રા નીકળી ન હતી, તે વર્ષે ગાંધીનગરમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી ભગવાન જગન્નાથની આ 35 મી રથયાત્રા આજે નીકળી રહી છે. રાજ્યમાં પાટનગરની રથયાત્રા સૌથી લાંબી 32 કિલોમીટરની જાણીતી છે. ત્યારે ગાંધીનગરની રથયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ લારી, ડીજે, પરંપરાગત વસ્ત્રોમાં મિકી માઉસ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા.

Conclusion:પંચદેવ મંદિરથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર નીકળે છે જેમાં સેક્ટર 22 શોપીંગ સેન્ટર, સેક્ટર 17 શોપિંગ સેન્ટર, સેક્ટર 16 બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર 15 કોલેજ, સેક્ટર 12, ઘ 2, ચ 2, સેક્ટર 8, પોલીસ ભવન બાદ સેક્ટર 29 જલારામ મંદિરે બપોરા કરશે. ત્યારબાદ એસપી કચેરી સેકટર 27 શોપિંગ સેક્ટર24 સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિર સેક્ટર 22, 29, સેક્ટર 21 શોપિંગ સેન્ટર 21 વૈજનાથ મંદિર થઈને નીજ મંદિરે સાંજે સાત વાગ્યે પરત ફરશે.

રથયાત્રાનું શહેરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી મંડળ અને નાગરિકો વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે સેક્ટર 29 જલારામ મંદિર દ્વારા 7000 ભક્તોને પ્રસાદ આપવામાં આવશે. જેમાં ખીચડી બટાટાનું શાક છાશ અને મોહનથાળ પીરસવામાં આવી હતી.

બાઈટ ડોક્ટર દિનેશ કાપડિયા મંત્રી રથયાત્રા સમિતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.