ETV Bharat / state

રાજ્યસભાનો જંગઃ નીતિનભાઈ બોલ્યાં- કોંગ્રેસમાં આંતરિક મતભેદો યથાવત - રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે

આજે રાજ્યસભાના ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને રાજ્યસભાના ઉમેદવારો વિધાનસભાના ત્રીજા માળે આવેલી સચિવની ઓફિસમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યાં હતાં. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપ કર્યા હતાં.

rajya sabha
rajya sabha
author img

By

Published : Mar 13, 2020, 1:32 PM IST

Updated : Mar 13, 2020, 1:38 PM IST

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સભાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે આજે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના બંને રાજ્યસભાના ઉમેદવારો વિધાનસભાના ત્રીજા માળે આવેલી સચિવની ઓફિસમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યાં હતાં. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપ કર્યા હતા.

નીતિનભાઈ બોલ્યાં- કોંગ્રેસમાં આંતરિક મતભેદો યથાવત
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "ગઇકાલે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક ધારાસભ્યોએ પોતાના જ ઉમેદવારોનો વિરોધ કર્યો હતો. 35 ધારાસભ્યો રાજીનામાની પણ ગર્ભિત ચીમકી આપી હતી. તો કોંગ્રેસમાં આંતરિક મતભેદો છે."

નોંધનીય છે કે, ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનની જાહેરાત કરી છે, ત્યારે ભાજપ પક્ષ ત્રીજા ઉમેદવાર પણ રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી બનશે તેવું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યુ હતું. આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે, "જે રીતે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યાં છે, તો તેમનું રાજકારણ પૂરું કરવા માટે જ તેમને ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપ પક્ષે જાહેર કર્યા છે."

આ આંગે વાત કરતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, "મેં કોઈનું રાજકારણ પુરુ કરવા નથી માગતા, પરંતુ કોંગ્રેસ જ પોતાના સભ્યોને રાજકારણ પુરુ કરવા કામ કરી રહી છે."

Last Updated : Mar 13, 2020, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.