ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની કામગીરીમાં અમદાવાદ અને સુરત જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્ય હત્યા કેસનો મુખ્ય આરોપી અતિક અહેમદ અમદાવાદની જેલમાં બંધ છે અને ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશપાલની જ હત્યા થઈ હતી, ત્યારે રાજ્યના ગૃહપ્રધાન તાત્કાલિક ધોરણે ડીજીપી ઓફિસ ખાતે અધિકારીઓની બે કલાક સુધી બેઠક યોજાઈ અને ત્યારબાદ 17 જિલ્લાથી વધુના જિલ્લાઓની જેલમાં અચાનક રેડ પાડવાનું આયોજન કર્યું હતું. થોડા દિવસ પહેલા રાજ્યગૃહ સંઘવીએ પણ અમદાવાદ સેન્ટ્રલ જેલની અચાનક મુલાકાત લીધી હતી.
વિશ્વાસ અને નેત્રમ પ્રોજેકટથી લાઈવ રેડ: રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ડીજીપી ઓફિસ ખાતે 19 જિલ્લાથી વધુ જેલની અંદર વિશ્વાસ અને નેત્રમ પ્રોજેક્ટથી લાઈવ રેડ નિહાળી હતી, જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી તમામ કામગીરીનું સર્વેલંસ પણ કર્યું હતું. ગૃહ વિભાગ દ્વારા જે જિલ્લાની જેલમાં રેડ પાડવામાં આવી ત્યાં જેલ પ્રશાસનને કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેડ પાડવામાં આવી છે, તેઓને પણ કોઈ પ્રકારની જાણ કરાઈ ન હતી. રેડ કરતા પહેલા તમામ અધિકારીઓના મોબાઈલ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા હતા અને બોડી વોર્ન કેમેરાથી જેલની અંદરની વાસ્તવિક પરિસ્થિતિને જોવા માટે આ ખાસ રેડ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે.
સુરત અને અમદાવાદ જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 17 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત સામગ્રી મળી આવ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે, 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિમાં કુલ 55,101 રૂપિયા રોકડા ઝડપાયા છે. જેમાં 01 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં 49,801 અને 01 ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં 5300 રોકડા રૂપિયા ઝડપવામાં આવ્યા છે. જ્યારે 93 અધિકારીઓને ક્ષતિ મુજબ ઇજાફા અટકાવવાની/ અજમાઈસી સમય લંબાવવાનો ઠપકો જેવી શિક્ષા કરવામાં આવી છે.
કેટલી વસ્તુઓ ઝડપાઇ | ||
વસ્તુનું નામ | 2021-22 | 2022-23 |
મોબાઈલ | 28 | 40 |
સીમકાર્ડ | 11 | 21 |
બેટરી | 15 | 29 |
ચાર્જર | 10 | 48 |
ડેટા કેબલ | 00 | 02 |
ધ્રુમપાન | 1629 | 1980 |
રેઝર | 48 | 28 |
ચલણી નાણું | 49,801 | 5300 |
1700 જેટલા અધિકારી કર્મચારીઓ દ્વારા રેડ: મોડી રાતે રાજ્ય સરકાર દ્વારા 57 જાહેરાત કરવામાં આવી હતી, કે રાજ્યની 17 જિલ્લામાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નેત્રમથી સર્ચ ઓપરેશન જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી કઈ જેલમાંથી કેટલી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી છે તે બાબતની પણ સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે.