ETV Bharat / state

મુંદ્રા પોર્ટ પરથી ફરી અબજોનું ડ્રગ્સ ઝડપાયું, DGPએ કર્યા મહત્વના ખુલાસા - મુંદ્રા પોર્ટ

કચ્છમાં મુન્દ્રાના ખાનગી CFSમાં ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી (ATS seized drugs from Mundra Private CFS) પાડ્યું છે. ગુજરાત પોલીસે 375 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પંજાબ પોલીસની માહિતી પરથી ગુજરાત પોલીસ દ્વારા પણ મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરને તપાસ કરવામાં આવી હતી.

મુંદ્રા પોર્ટ પર ફરી કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, DGPએ કર્યા મહત્વના ખુલાસા

author img

By

Published : Jul 12, 2022, 6:30 PM IST

ગાંધીનગર: ગુજરાતના પોર્ટમાંથી વારંવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સ મળતું (ATS seized drugs from Mundra Private CFS)આવે છે. આ વખતે પંજાબ પોલીસની માહિતી પરથી ગુજરાત પોલીસ દ્વારા પણ મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરને તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાત પોલીસે 375 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ બાબતે વધુ માહિતી આપતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા જણાવ્યું હતું કે આ કન્ટેનર રિસીવ કરનાર અને તેના એજન્ટની વિરુદ્ધમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ડ્રગ્સ ઝડપી પાડ્યું

કેવી રીતે આવ્યું ડ્રગ્સ - ગુજરાત પોર્ટમાં આવેલા ડ્રગ્સ (Drug trafficking in Kutch)બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા જણાવ્યું હતું કે દુબઈથી કન્ટેનરમાં કાપડ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. જે મે મહિનામાં જ મુદ્રા પોર્ટ પર આવી ગયું હતું જેની માહિતી પંજાબ પોલીસ દ્વારા આપવામાં આવી હતી, ત્યારે મુદ્દાપોટમાં પડેલા કન્ટેનરની તપાસ ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી જેમાં કન્ટેનર ફ્લેટ સ્ટેશન ખાતે આ કન્ટેનરને લોકેટ કરવામાં આવ્યું હતું. જેમાં 540 કાપડના રોલ હતા જે કાપડના રોલને તપાસ કરતા 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર 75 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં સ્થળ ઉપર જ એફએસએલ મારફતે પરીક્ષણ કરતા હિરોઈન હોવાનું જાણવા મળેલ હતું.

મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચોઃ દમણમાં બે MDMA ડ્રગ્સ પેડલર અને એક સપ્લાયરની ધરપકડ

કઈ રીતે ડ્રગ્સ છુપાવવામાં આવ્યું - પોલીસ વાડા આશિષ ભાટીયાએ વધુ માહિતી(ATS seized drugs)આપતા જણાવ્યું હતું કે આ હિરોઈનનો જથ્થો કાપડનો રોલ જે પુઠાની પાઇપ ઉપર વીટાળેલો હતો તે પૂઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટિકની પાઇપ મૂકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ રીતે પેક કરવામાં આવ્યો હતો. અને બન્ને બાજુથી રૂ તથા દ્વારા પેક કરવામાં આવ્યો હતો જ્યારે પૂઠાની પાઇપ તથા પ્લાસ્ટિકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોટાડેલો હતો જેથી એક્સરેના સ્કેનિંગ દરમિયાન પણ તેઓ પકડાઈ નહીં.

પંજાબ લઈ જવાનો હતો જથ્થો - આશિષ ભાટીયા વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ગુજરાતના પોર્ટ ઉપર આવેલા ડ્રગ્સનો કન્ટેનરએ આખું ભરેલું ન હતું પરંતુ અડધા ભાગનું જ ભરેલું હતું ત્યારે જ તેમાં શંકા ગઈ હતી અને તમામ કાપડની તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર ડ્રગ્સનો જથ્થો પંજાબમાં લઈ જવાનો હતો પરંતુ કન્ટેનરની વધુ વિગત તપાસ આ કન્ટેનરને ફરીથી દુબઈ મોકલવાની તૈયારી પણ કરી દીધી હતી. આ કન્ટેનર સાથે સંકળાયેલા એજન્ટો રીસીવર અને કન્ટેનર લાવનાર એજન્સી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે કન્ટેનર મંગાવનાર એજન્સીની એક ઓફિસ વેસ્ટ બંગાળ અને અન્ય એક ઓફિસ અંજારમાં પણ આવેલ છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bail to Drugs case Accused : ડ્રગ્સ કેસના આરોપી રફીકને મળ્યાં જામીન, કયા ગ્રાઉન્ડ પર મંજૂર થયાં જાણો

કેટલું ડ્રગ્સ ઝડપાયું - છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ્સ ઝડપ આ બાબતે આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે વર્ષ 2020 માં 1 કેસ, 2021 માં 4 કેસ, અને વર્ષ 2022 માં કુલ 6 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2020માં 35 કીધો જેની કિંમત 175 કરોડ રૂપિયા વર્ષ 2021 માં 292.236 કિલો જેની કિંમત 1461.18 કરોડ, વર્ષ 2022માં 717.3 કિલો જે પૈકી 3586.5 કરોડની કિંમતના ડ્રગ્સ ઝડપાયા છે. જ્યારે છેલ્લાં 3 વર્ષમાં 28 પાકિસ્તાની, 7 ઈરાની, 1 નૈજીરિયન, 3 અફઘાનિસ્તાનના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.