મહેસૂલ વિભાગના તા 30 સપ્ટેમ્બર અને તા 17 ઓક્ટોબરના જાહેરનામાથી વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાઈ હતી. આ જાહેરનામાં મુજબ ચોક્કસ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી પૂર્વે કલેકટરની પૂર્વ મંજૂરીની જોગવાઇ છે. આ જાહેરનામાની અવધિ 30 સપ્ટેમબરના રોજ પૂર્ણ થાય છે.
- 1 ઓક્ટોબરથી વધુ પાંચ વર્ષ માટે વડોદરા શહેરના આ વિસ્તારોમાં અશાંત ધારાની મુદ્દત
આ વિસ્તારોમાં વિરમગામ શહેરના માંડલિયા ફળી, મુંદવાડ નાગરવાડા, શ્રાવકની શેઠ ફળી, ચાંદ ફળી, ગોયા ફળી, જય અંબેનો ડેલો, મોચી બજાર, મોઢની શેઠની શેરી, પારેખ ટીંબા, કંસારા બજાર, વીસલપરાનો વાસ, હરજી પારેખનો ખાંચો, ભાવસારનો વાડો, નાનો ભાટવાડો, રામ મહેલ મંદિર વિસ્તાર, પસાઢબુનો ડેલો, હરિજન વાસ, ચમાર વાસ, સામાસુર્યા, જૂની પોલીસ લાઇન, રામવાડી સિદ્ધનાથ મંદિર પાસેનો વિસ્તાર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા મહાનગરના વારશીયા, કારેલીબાગ, બાપોદ અને રાવપુરા પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ અમૂક વિસ્તારોને આ જોગવાઇઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.