ETV Bharat / state

ગાંધીનગરમાં 'ઇન્દિરા ગાંધી તાલીમ ભવન' તોડી 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી - દરખાસ્ત માટે કેન્દ્ર પાસે DPR મોકલાયો

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પંચાયતીરાજ તાલીમ ભવનની દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે 26 મે 1983ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચાર દાયકા જેટલા આ જૂના તાલીમ ભવનમાં પંચાયતને લગતી ટ્રેનિંગ યોજવામાં આવતી હોય છે. પરંતુ કોરોના બાદ આ ટ્રેનિંગ અહીં બંધ છે. આ બિલ્ડિંગ પણ ઘણું જૂનું હોવાથી જર્જરિત પણ છે જેથી નવું બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે.

ગાંધીનગરમાં 'ઇન્દિરા ગાંધી તાલીમ ભવન' તોડી 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવા માટે દરખાસ્ત મુકાઈ

author img

By

Published : Oct 18, 2021, 4:53 PM IST

  • પંચાયતીરાજમાં પણ નામ બદલવાની પેટનની શરૂઆત થઈ શકે છે
  • દરખાસ્ત માટે કેન્દ્ર પાસે DPR મોકલાયો
  • 1983માં આ ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું

ગાંધીનગર : ગાંધીનગરમાં સેક્ટર 17માં આવેલા 'ઇન્દિરા ગાંધી તાલીમ ભવન' તોડીને ત્યાં 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે. પંચાયત પરિષદની હમણાં જ મળેલી બેઠકમાં આ બાબતને લઇને ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રોજેકટ કેન્દ્ર લેવલ સુધી દરખાસ્ત સાથે પહોંચતો કરાયો છે. જોકે અત્યાર પૂરતી આ દરખાસ્ત જ છે પરંતુ જો આ તાલીમ ભવન બનશે તો તેનું નામ "નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થા" નામથી બની શકે છે.

ગાંધીનગરમાં 'ઇન્દિરા ગાંધી તાલીમ ભવન' તોડી 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવા માટે દરખાસ્ત મુકાઈ

પ્રોજેક્ટનો DPR કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યો

સેકટર 17ના આ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાનને વાત કરવામાં આવશે. જેથી અત્યાર પૂરતી આ દરખાસ્ત છે પરંતુ મંજૂરી મળતા નરેન્દ્ર મોદી તાલીમ ભવન બની શકે છે. તાજેતરમાં જ મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા મતવિસ્તાર છે તેના કારણે આ પ્રોજેક્ટનો DPR કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો આ પ્રોજેક્ટ પર કામ કરવાનું થશે તો હોદ્દેદારોને દિલ્હી બોલાવવામાં આવશે અને તેઓ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. રાજ્યમાં ઉપરાંત જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે ત્યારે પંચાયતી રાજમાં પણ નામ બદલવાની પેટનની શરૂઆત થઈ શકે છે.

કોરોના બાદ તાલીમ ભવન અત્યારે બંધ રહે છે

આ તાલીમ ભવનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી પરંતુ કોરોના બાદ અહીં ટ્રેનિંગ પણ બંધ રાખવામાં આવી છે. ચાર દાયકા જૂનું આ ટ્રેનિંગ ભવન અંદરથી થોડા ઘણા અંશે મરંમત કરવામાં આવ્યું છે પરંતુ બહારથી આખું જર્જરીત જેવું છે. જેથી નવું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને પ્રોજેક્ટની ડિટેલ માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે. જેથી વડાપ્રધાન અને પ્રધાનો અને હોદ્દેદારો મળી આ નિર્ણય લઈ શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીયકક્ષાના દેશના પ્રથમ સુવિધા સભર અને અદ્યતન પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર બનશે. જેમાં જિલ્લા પંચાયત તાલુકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓને તાલીમ આપી શકાશે.

આ પણ વાંચો : Gujarat Vibrant Festival 2022: 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાવાની સંભાવના

આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.