ગાંધીનગર: વાયબ્રન્ટ સમિટ 2024ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને આવકારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવનો ઉપસ્થિત રહ્યાં હતાં. પીએમ મોદી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ 2024નું શુભાંરભ કરાવશે. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. તેમના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું ગયું છે. 'ગેટ વે ટુ ધ ફ્યૂચર'ની થીમ પર કાર્યક્રમ યોજાશે.
-
અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના શુભારંભ પ્રસંગે રાજ્યની મુલાકાતે પધારેલ વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.@narendramodi#VibrantGujarat#VGGS2024 pic.twitter.com/5YfgkAmM3o
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના શુભારંભ પ્રસંગે રાજ્યની મુલાકાતે પધારેલ વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.@narendramodi#VibrantGujarat#VGGS2024 pic.twitter.com/5YfgkAmM3o
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના શુભારંભ પ્રસંગે રાજ્યની મુલાકાતે પધારેલ વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.@narendramodi#VibrantGujarat#VGGS2024 pic.twitter.com/5YfgkAmM3o
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024
પીએમનો પ્રોગામ: ત્યારે આજે પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વના ટોચના અગ્રણી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, જ્યારે બપોરે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે, જ્યારે સાંજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ સર્કલથી ઈન્દીરા બ્રીજ સુધી 9 કિલોમીટર લાંબો એક ભવ્ય રોડ શો પણ કરશે. વડાપ્રધાન મોદીના આગમન અને વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગુજરાત અને અમદાવાદમાં જડબેસસાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
-
આદરણીય પ્રધાનમંત્રીશ્રી, વીતેલા બે દાયકામાં આપના દિશાદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપની અધ્યક્ષતામાં 'ગેટવે ટૂ ધી ફ્યુચર' ની થીમ સાથે યોજાઇ રહેલ આ 10મી વાઈબ્રન્ટ સમિટ ગુજરાતના ફ્યુચરિસ્ટિક વિકાસને નવી ઊર્જા… https://t.co/BxbonsLVUj
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">આદરણીય પ્રધાનમંત્રીશ્રી, વીતેલા બે દાયકામાં આપના દિશાદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપની અધ્યક્ષતામાં 'ગેટવે ટૂ ધી ફ્યુચર' ની થીમ સાથે યોજાઇ રહેલ આ 10મી વાઈબ્રન્ટ સમિટ ગુજરાતના ફ્યુચરિસ્ટિક વિકાસને નવી ઊર્જા… https://t.co/BxbonsLVUj
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024આદરણીય પ્રધાનમંત્રીશ્રી, વીતેલા બે દાયકામાં આપના દિશાદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપની અધ્યક્ષતામાં 'ગેટવે ટૂ ધી ફ્યુચર' ની થીમ સાથે યોજાઇ રહેલ આ 10મી વાઈબ્રન્ટ સમિટ ગુજરાતના ફ્યુચરિસ્ટિક વિકાસને નવી ઊર્જા… https://t.co/BxbonsLVUj
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 8, 2024
અભેદ્ય કિલ્લામાં ફેરવાયું ગાંધીનગર: દેશ-વિદેશમાંથી આવનારા વીવીઆઈપી અને મહાનુભાવના પગલે મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં એનએસજી કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યાં છે. કુલ છ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન 6 ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રત્યેક ઝોનમાં એડીશનલ ડીજીના નેતૃત્વમાં 6 આઈજી, 69 એસપી, 223 ડીવાઈએસપી, 6500થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત 1 હજાર જેટલાં કમાન્ડો આઠ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. થ્રીડી મેપના આધારે ડ્રોન - સીસીટીવીથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાથે સાથે મહાનુભાવનો અને મુલાકાતીઓ માટે હાઈટેક મેપિંગના આધારે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કેટલાંક રસ્તાઓ કરાયા બંધ: વાયબ્રન્ટ ગુજરાત સમિટના પગલે મહાત્મા મંદિરની આસપાસ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ સહતિ અન્ય મહાનુભાવોને આજે ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરના અમુક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર ઉપરાંત, રાજભવન, ગિફ્ટ સિટી સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.