ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાનો પ્રિ વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ગાંધીનગર ’ ના સૂત્ર સાથે ગાંધીનગરના જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ 33 જિલ્લા સહિત 4 મહાનગરના 37 સ્થળોએ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ કરવાનું આયોજન થયું છે.
-
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી, એટલે કે તા.2 થી 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં કરવામાં આવેલ છે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ… pic.twitter.com/ypMAUOcRsL
— CMO Gujarat (@CMOGuj) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી, એટલે કે તા.2 થી 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં કરવામાં આવેલ છે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ… pic.twitter.com/ypMAUOcRsL
— CMO Gujarat (@CMOGuj) October 4, 2023માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી, એટલે કે તા.2 થી 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં કરવામાં આવેલ છે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ… pic.twitter.com/ypMAUOcRsL
— CMO Gujarat (@CMOGuj) October 4, 2023
કયા કયા કાર્યક્રમ થશે : વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ગાંધીનગર કાર્યક્રમમાં પ્રદર્શન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર, બિઝનેસ બેઠકો ( B2B& B2C), ડિઝાઇન વર્કશોપ્સ, માર્કેટિંગ અને બ્રાંડિંગ વર્કશોપ્સ આયોજિત કરવામાં આવી રહી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ : ગુજરાત સરકાર આગામી 10 થી 12 જાન્યુઆરી 2024 દરમ્યાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરી રહી છે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર તેમ જ પક્ષ સંગઠન દ્વારા વિવિધ પ્રકારે ઇવેન્ટનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ક્યાં અને ક્યારે યોજાશે કાર્યક્રમ : વર્ષ 2024ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનો પ્રિ - વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ગાંધીનગર ’, ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 5 ઓક્ટોબરે સવારે 9.30 કલાકે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની પાછળ, રાયસણ, ગાંધીનગર ખાતે યોજાશે.
ગાંધીનગરના તમામ પદાધિકારી ભાગ લેશે : ‘ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ગાંધીનગર’ કાર્યક્રમમાં પ્રદર્શન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર, બિઝનેસ બેઠકો ( B2B& B2C), ડિઝાઇન વર્કશોપ્સ, માર્કેટિંગ અને બ્રાંડિંગ વર્કશોપ્સ યોજાનાર છે. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, અમદાવાદ પૂર્વના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
- Gujarat Vibrant Summit News: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ શરૂ કરાયું
- Gujarat Vibrant Summit : વાયબ્રન્ટ સમિટ હવે દેશનું ગ્રોથ એન્જિન સાબિત થશે : PM મોદી
- Renewable energy : 2030 સુધીમાં ગુજરાતમાં વીજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જીનો ટાર્ગેટ, સરકારે પોલિસી જાહેર કરી