ગાંધીનગર : જિલ્લામાં કોરોના વાઇરસ બુલેટ ટ્રેનની જેમ આગળ વધી રહ્યો છે. આજે મંગળવારે એક જ દિવસમાં 27 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 10, કલોલમાં 10, દહેગામમાં 4 અને શહેરમાં ત્રણ કેસ સામે આવ્યા છે. જ્યારે કલોલ અને ગાંધીનગર શહેરમાં એક-એકના મોત નિપજ્યા છે.
શહેર યુથ કૉંગ્રેસ પ્રમુખ સહિત 27 કોરોનાં પોઝિટિવ દહેગામ શહેરમા શિવનગર સોસાયટીમા રહેતાં 53 વર્ષીય આધેડ, જેઓ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓએ કોરોનાને હરાવીને ઘરે પરત આવ્યા બાદ સરકારી પોર્ટલ ઉપર આધેડ પોઝિટિવ આવ્યાની ખબર પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખોખરવાડા વિસ્તારમા 7 વર્ષીય બાળકને પેટની બિમારીની સારવાર માટે અમદાવાદ સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નહેરુ સોસાયટીમાં રહેતો 28 વર્ષિય યુવક જે દહેગામ યુથ કૉંગ્રેસનો પ્રમુખ છે, તે સંક્રમિત થયો છે. આ સાથે નાદોલ ગામમા 85 વર્ષિય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. તેની સાથે આજે દહેગામમા 4 કેસ સામે આવ્યાં છે.ગાંધીનગર મહાપાલિકા વિસ્તારના સેક્ટર-21માં 57 વર્ષીય આધેડ જે બિઝનેસ કરે છે, જેનાં પરિવારના ત્રણ સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે. સેક્ટર-6મા 42 વર્ષીય યુવાન જે કોન્ટ્રાક્ટર છે, જેના પરિવારની બે વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે જીઇબી કોલોનીમા 58 વર્ષીય આધેડ ટેકનીકલ એન્જિનીયર છે, જેનાં પરિવારની 5 સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે. મહાપાલિકા વિસ્તારમાં આજે મંગળવારે 3 કેસ સામે આવ્યાં છે. જ્યારે સેક્ટર 4બીમાં રહેતાં 65 વર્ષિય વૃદ્ધાનું મોત નિપજ્યું છે.ગાંધીનગર તાલુકાના કોટેશ્વરમા આજે મંગળવારે બે કેસ સામે આવ્યાં છે. જેમા 76 વર્ષીય વૃદ્ધ અને 51 વર્ષીય મહિલા, સ્વામિનારાયણ ધામ ખાતે રહેતાં 50 વર્ષીય આધેડ, કુડાસણમા 52 વર્ષીય મહિલા અને 55 વર્ષીય આધેડ, અડાલજમા 72 વર્ષીય વૃદ્ધ, ભાટમા 51 વર્ષીય આધેડ, રાયસણમા 28 વર્ષીય યુવાન, ડભોડામા 22 વર્ષીય યુવતી અને સરગાસણમા 67 વર્ષીય આધેડ સંક્રમિત થયાં છે. જે સાથે તાલુકામાં 10 કેસ નોંધાયા છે.કલોલ નગરપાલિકા વિસ્તારમા 65 વર્ષીય વૃદ્ધા અને 48 વર્ષીય મહિલા, પટેલ કોલોનીમા 67 વર્ષીય વૃદ્ધા અને 38 વર્ષીય યુવાન, પંચવટી વિસ્તારમા 37 વર્ષીય યુવાન, આયોજન નગરમા 74 વર્ષીય વૃદ્ધ, તકિયાની ચાલીમા 57 વર્ષીય આધેડ, નગરપાલિકા વિસ્તાર 67 વર્ષીય વૃદ્ધા અને 65 વર્ષીય વૃદ્ધા, જ્યારે સોજા ગામા 4 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આજે મંગળવારે કલોલમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે ગાયના ટેકરા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય પુરુષનું કોરોનાના પગલે મોત નિપજ્યું છે.