ETV Bharat / state

પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી, રસ્તા રોકી કરાયું વિરોધ પ્રદર્શન

પોલીસ ડિપાર્ટમેન્ટને ગ્રેડ પે(Grade pay police)માં વધારો મળે તે હેતુથી છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલનની શરૂઆત થઈ છે. જોકે આ પહેલા સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આંદોલન અત્યારે રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે. પોલીસ પરિવારના સભ્યો દ્વારા ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાણીલીમડામાં પોલીસ પરિવારના સભ્યોએ તાળીઓ વગાડી, રસ્તાઓ રોકી ગ્રેડ પે વધારાની માગણી કરી હતી.

પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી, રસ્તા રોકી કરાયું વિરોધ પ્રદર્શન
પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી, રસ્તા રોકી કરાયું વિરોધ પ્રદર્શન
author img

By

Published : Oct 27, 2021, 5:22 PM IST

  • હાર્દિક પંડ્યાના સમર્થનમાં અમદાવાદના રસ્તાઓ પર આંદોલન
  • પોલીસ પરિવારના સભ્યો ગ્રેડ પે વધારાની માગણી કરી
  • દાણીલીમડામાં બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો

ગાંધીનગર : હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા(Head Constable Hardik Pandya)એ બે દિવસ પહેલાં જ સચિવાલય ખાતે તમામ પોલીસ વતી ગ્રેડ પે વધારાને લઇને માંગણી કરી હતી. ખુલ્લેઆમ કરાયેલા આ વિરોધ પ્રદર્શન બાદ એક પછી એક શહેરોમાં વિરોધ પ્રદર્શનની આગ ભભૂકી ઉઠી છે. ગુજરાત રાજ્યમાં 1800 ગ્રેડ પે પોલીસને આપવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યોમાં 4200નો ગ્રેડ અપાય છે. તે હેતુથી આ ગ્રેડ અન્ય રાજ્યોની સરખામણીમાં વધે તે પ્રકારની પોલીસ દ્વારા માંગણી છે. આ વિરોધ પ્રદર્શન હવે રસ્તાઓ સુધી જોવા મળ્યું છે.

મહિલાઓ અને બાળકોએ થાળીઓ વગાડી, નારા લગાવ્યા

અમદાવાદમાં દાણીલીમડા ખાતે પોલીસ(Danilimda Police) વસાહત પાસેના રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. જોકે સ્થાનિક પોલીસ ત્યાં આવી પહોંચતા વિરોધના આ મામલે થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દાણીલીમડા ચાર રસ્તા પાસેના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. ત્યારે પોલીસે પરિવારજનોને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે છતાં પણ પોલીસ વસાહત પાસે આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહ્યું હતું. જ્યાં મહિલાઓને બાળકો મોટી સંખ્યામાં દેખાયા હતા. જેમને થાળી ચમચી વગાડી, નારા લગાવી તેમની પોલીસની ગ્રેડની માગણી કરી હતી અને મળી રહેલા ઓછા ગ્રેડ-પે નો વિરોધ કર્યો હતો.

પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન

કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પોલીસે થાળે પાડયો

દાણીલીમડામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. જ્યાં તેમને પગાર વધારાને લઇને નારા લગાવ્યા હતા. જેથી દાણીલીમડા પોલીસ વસાહત પાસે બે કિલોમીટર લાંબી લાઇન ટ્રાફિકની થઈ ગઈ હતી. ગ્રેડ પેને લઈને વિરોધ પ્રદર્શનની આગ અમદાવાદમાં ભભૂકી ઉઠી હતી. પોલીસે ટ્રાફિક જામને માંડ થાળે પાડ્યો હતો. અમદાવાદમાં દાણીલીમડા ઉપરાંત શાહીબાગ વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન પોલીસે ગ્રેડ પેને લઈને જોવા મળ્યું હતું. જો કે ગુજરાતભરમાં જુદા જુદા શહેરોમાં આ રીતે પોલીસ પરિવારજનોએ વિરોધ કરી પગાર વધારાની માગણી સરકાર સમક્ષ મૂકી છે.

આ પણ વાંચોઃ પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત

આ પણ વાંચોઃ Police Grade-Pay: પાટણમાં પોલીસ કર્મચારીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.