ETV Bharat / state

રક્ષક જ ભક્ષકઃ પોલીસે દારૂની 15 પેટી પકડી રેકોર્ડમાં બતાવી 7, 4 લાખ રૂપિયાનો તોડ કર્યો - gandhinagar police news

ગાંધીનગરઃ રાજ્યમાં જેમ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, તેમ દારૂ અને જુગાર જેવી પ્રવૃતીઓ વધતી જોવા મળે છે. ત્યારે પોલીસ આ પ્રવૃત્તિને રોકવાની જગ્યાએ તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનો રસ્તો શોધી રહી છે. તાજેતરમાં જ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાંથી દારૂની ઓછી પેટી બતાવનારા પોલીસને જિલ્લા પોલીસ વડાએ હેડક્વાટર ખાતે બદલી કરી નાખી હતી, ત્યારબાદ આવો જ વધુ એક કિસ્સો બન્યો છે. પોલીસે બુટલેગર પાસેથી દારૂની 15 પેટી પકડીને 7 પેટી બતાવી રૂપિયા ચાર લાખનો તોડ કરવાનું સામે આવ્યું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jul 28, 2019, 12:51 PM IST

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂના વાહનો પકડે છે, તેની કામગીરી બતાવવા માટે સમાચાર પત્ર પ્રેસનોટ મોકલી આપે છે અને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરે છે પરંતુ, તેની હકીકત જુદી જ હોય છે. અનેક વખત લોકમુખે ચર્ચા હોય છે કે પોલીસે એક બોટલ દારૂમાં લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. હવે પોલીસના તોડ ધીમે-ધીમે સામે આવી રહ્યા છે તાજેતરમાં જ એક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 68 પેટી દારૂને 28 પેટી બતાવવાની કરામત કરી હતી.

ગાંધીનગરમાં પોલીસ કર્મચારીને બાતમી મળી હતી, જેનાં આધારે પોલીસે રેડ કરી હતી. તબેલામાંથી દારૂની 15 પેટી પકડી હતી. જે રીતે વધુ દારૂની પેટી ઓછી બતાવવાની કરામત કરતી હોય છે, તેવી જ રીતે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ કરામત કરીને 7 પેટીનો કેસ બનાવ્યો હતો. જ્યારે માતબર કહી શકાય તેવા ચાર લાખ રૂપિયાનો તોડ કરીને બુટલેગરને ભગાડી દેવાની માહિતી આધારભૂત સુત્રો પાસેથી મળી આવી છે. થોડાક જ દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે ત્યારે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેના ઉપર પ્રશ્નાર્થ થાય છે.

Intro:હેડિંગ) ગાંધીનગરની વધુ એક પોલીસે દારૂનો તોડ કર્યો, 15 પેટીની 7 કરી ચાર લાખ રૂપિયા ખંખેર્યા

ગાંધીનગર,

રાજ્યમાં જેમ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, તેમ તેમ દારૂ અને જુગાર અને પ્રવૃત્તિ વધતી જોવા મળી રહી છે. ત્યારે પોલીસ આ પ્રવૃત્તિને રોકવાની જગ્યાએ તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનો રસ્તો શોધી રહી છે. તાજેતરમાં જ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાંથી ઓછી દારૂની ઓછી પેટી બતાવનાર પોલીસને જિલ્લા પોલીસ વડાએ હેડકોટર ખાતે બદલી કરી નાખી છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો બન્યો છે. પોલીસે બુટલેગર પાસેથી ૧૫ પેટી દારૂ પકડીને સાત પેટી બતાવી રૂપિયા ચાર લાખનો તોડ કરવાનું સામે આવ્યુ છે.Body:ગાંધીનગર પોલીસ બુટલેગર અને પેટ્રોલિંગ દરમિયાન દારૂના વાહનો પકડે છે, તેની કામગીરી બતાવવા માટે સમાચાર પત્ર પ્રેસનોટ મોકલી આપે છે અને વાહ વાહી લૂંટવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની હકીકત જુદી જ હોય છે દેખાવા અનેક વખત લોકમુખે ચર્ચા હોય છે કે પોલીસે એક બોટલ દારૂમાં લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. હવે પોલીસના દોડ ધીરે-ધીરે સામે આવી રહ્યા છે તાજેતરમાં જ એક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 68 પેટી દારૂને 28 પેટી બતાવવાની કરામત કરી હતી. ત્યારે આવો જ એક કિસ્સો એક પોલીસ સ્ટેશનમાં બનવા પામ્યો છે.Conclusion:ગાંધીનગરના વધું એક પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીને બાતમી મળી હતી, જેનાં આધારે પોલીસે રેડ કરી હતી. તબેલામાંથી 15 પેટી દારૂ મળી આવ્યો હતો. જે રીતે વધુ દારૂની પેટી ઓછી બતાવવાની કરામત કરતી હોય છે, તેવી જ રીતે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ કરામત કરીને 7 પેટીનો કેસ બનાવ્યો હતો. જ્યારે માતબર કહી શકાય તેવા ચાર લાખ રૂપિયાનો તોડ કરીને બુટલેગરને ભગાડી દેવાની માહિતી આધારભૂત સુત્રો પાસેથી મળી આવી છે. થોડાક જ દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે ફાર્મ હાઉસોમાં બાજી મંડાશે ત્યારે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેના ઉપર પ્રશ્નાર્થ મંડાયો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.