ETV Bharat / state

Australia PM in gujarat: ઓસ્ટ્રેલિયાના PM રાજભવનના બન્યા મહેમાન, રાજ્યપાલ અને સીએમએ રંગ લગાવીને ધુળેટીની ઉજવણી કરી - PM of Australia Anthony Albanese

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજભવનના પ્રાંગણમાં રંગોત્સવનું આયોજન કર્યું હતું. રાજભવનમાં રંગોત્સવ અંતર્ગત હોળીના ભાતીગળ રંગારંગ લોકનૃત્યોની પ્રસ્તુતિ મહાનુભાવોએ માણી હતી. આ અવસરે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભવ્ય ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળીને હું અત્યંત પ્રભાવિત થયો છું.

pm-of-australia-anthony-albanese-became-guest-of-raj-bhavan

author img

By

Published : Mar 8, 2023, 9:19 PM IST

Updated : Mar 8, 2023, 9:56 PM IST

ગાંધીનગર: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબનીઝ ગુજરાતના પ્રવાસે છે. 8 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપર તેઓ આવ્યા હતા અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ તેમનું સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્યએ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને રંગ લગાવીને ધુળેટીની ઉજવણી કરી હતી.

  • #WATCH | Ahmedabad, Gujarat : Australian PM Anthony Albanese, Gujarat CM Bhupendra Patel & Gujarat Governor Acharya Devvrat attend Holi celebration event at Raj Bhavan pic.twitter.com/RFuffDrySP

    — ANI (@ANI) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રંગોત્સવનું આયોજન: ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજભવનના પ્રાંગણમાં રંગોત્સવનું આયોજન કર્યું હતું. એન્થની અલ્બનીઝ એમપી સમારોહ સ્થળે પધાર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુલાલથી તેમને રંગ્યા હતા. એન્થની અલ્બનીઝે પણ સામે મહાનુભાવોના ગાલે ગુલાલ લગાડ્યો હતો. એન્થની અલ્બનીઝ એમપીએ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળના સભ્યો પર પણ ફૂલો વરસાવ્યા હતા.

રાજ્યપાલે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે કર્યો સંવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષમાં લગભગ દરેક મહિનામાં તહેવારોની ઉજવણી થાય છે. લોકો ઉલ્લાસપૂર્વક તહેવારો ઉજવે છે, જેનાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ વધે છે. હોળીને 'નવ ષષ્ટી'નું પર્વ પણ કહેવાય છે. આ મોસમમાં ખેડૂતોના ઘરમાં નવા અન્નનું આગમન થાય છે. ભારતનો ખેડૂત આ મોસમમાં વધુ પ્રસન્ન હોય છે. સામાન્ય જનસમુદાયની ખુશી અને આનંદ રંગોત્સવ બનીને છલકે છે.

કૃષ્ણ-ગોપી રાસનું આયોજન: રાજભવનમાં રંગોત્સવ અંતર્ગત હોળીના ભાતીગળ રંગારંગ લોકનૃત્યોની પ્રસ્તુતિ મહાનુભાવોએ માણી હતી. ગુજરાતના કવાંટ પ્રદેશના 'રાઠવા હોળી ઘેર નૃત્ય'થી હોળીનૃત્યોનો આરંભ થયો હતો. રાજસ્થાનના ગૈર હોળી નૃત્ય, ઘૂમ્મર અને ચંગની પ્રસ્તુતિ થઈ હતી. ત્યારબાદ ગુજરાતનો કૃષ્ણ-ગોપી રાસ રજૂ થયો હતો અને છેલ્લે ઉત્તર પ્રદેશના 'બરસાના કી હોલી' નું લઠ્ઠમાર નૃત્ય પ્રસ્તુત થયું હતું. ભારતના આ પરંપરાગત હોળી લોકનૃત્યોની પ્રસ્તુતિથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના મોબાઈલ ફોનથી કલાકારોના ફોટોગ્રાફ્સ લીધા હતા.

હું ભારત આવીને પ્રભાવિત થયો: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માનનીય એન્થની અલ્બનીઝ એમપીએ આ અવસરે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભવ્ય ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળીને હું અત્યંત પ્રભાવિત થયો છું. પ્રધાનમંત્રી તરીકે ભારતની મારી આ પહેલી સત્તાવાર વિઝીટ છે, પરંતુ આ પહેલાં વર્ષ 1991 માં યુવાન વયે હું ભારત આવ્યો હતો અને છ અઠવાડિયા સુધી ભારતમાં રહ્યો હતો. એ જ વખતે મેં અદભુત ભારતને નજીકથી નિહાળ્યું હતું. પીએમ મોદીનો આભાર માનતાં જણાવ્યું ભારતની મુલાકાત માટે તેમણે મને ઉષ્માભેર આમંત્રણ આપ્યું, એ માટે હું એમનો આભારી છું.

આ પણ વાંચો IND vs AUS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ, મુખ્યપ્રધાને સમીક્ષા કરીને કર્યા સૂચનો

ઓસ્ટ્રેલિયાના મહેમાનો પ્રભાવિત: આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અનેક ક્ષેત્રે સહયોગ કરશે અને પરસ્પર પ્રગતિ કરશે એની મને ખાતરી છે. તેમણે કહ્યું હતું કે, આવતીકાલે વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમે સાથે ક્રિકેટ મેચ નિહાળવાના છીએ એ માટે પણ હું અત્યંત ઉત્સુક છું. તેમણે સૌ ગુજરાતીઓ અને ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનના હરિયાળા પરિસરને ધુળેટીના રંગોથી સજાવવામાં આવ્યો હતો. કેસૂડો, ધાણી, ખજૂર અને રંગોના થાળની સજાવટથી ઓસ્ટ્રેલિયાના મહેમાનો પ્રભાવિત થયા હતા. સમગ્ર માહોલ રંગપર્વને અનુરૂપ હતો.

આ પણ વાંચો Narendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ

Last Updated : Mar 8, 2023, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.