ETV Bharat / state

દહેગામમાં સભા પહેલા PM મોદીએ લોકોને અભિનંદન પાઠવ્યા ને કહી દીધી 'મન કી બાત' - Dehgam Assembly Constituency

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગાંધીનગર જિલ્લાની દહેગામ વિધાનસભા મતવિસ્તારમાં (Dehgam Assembly Constituency ) સભા સંબોધી હતી. અહીં તેમણે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા સંબોધી તેમના માટે મત માગ્યા હતા. સાથે જ તે દરમિયાન તેમણે દહેગામવાસીઓને અભિનંદન (Gujarat Election 2022) પાઠવ્યા હતા.

દહેગામમાં સભા સંબોધતા પહેલા PM મોદીએ લોકોને અભિનંદન પાઠવ્યા ને કહી દીધી મનની વાત

author img

By

Published : Nov 25, 2022, 9:59 AM IST

Updated : Nov 25, 2022, 10:18 AM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની અલગ અલગ વિધાનસભા બેઠકો જિલ્લા અને તાલુકાઓમાં મસમોટી સભાઓ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુરૂવારે ગાંધીનગર જિલ્લાની દહેગામ વિધાનસભા બેઠક (Dehgam Assembly Constituency) માટે મહાસભા (PM Narendra Modi Public Meeting in Dehgam) સંબોધી હતી.

દહેગામવાસીઓને અભિનંદન વડાપ્રધાનની આ સભામાં ગાંધીનગર જિલ્લાની વિધાનસભા બેઠક, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, દહેગામ (Dehgam Assembly Constituency) અને કલોલ વિધાનસભા બેઠકના ઉમેદવારો પણ સ્ટેજ ઉપર હાજર હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેગામમાં સંબોધન પહેલા જણાવ્યું હતું કે, દહેગામવાસીઓને અભિનંદન કારણ કે, જ્યારે જ્યારે બપોરે સભાનું (PM Narendra Modi Public Meeting in Dehgam) આયોજન કરવાનું કીધું છે ત્યારે તેમણે સાંજની સભાનું જ સૂચન કર્યું છે, પરંતુ આજે બપોરે સભા કરી છે. તે બદલ હું ગાંધીનગર જિલ્લા અને દહેગામવાસીઓને અભિનંદન પાઠવું છું..

ચૂંટણી 5 માટેની નથી પણ આવનારા 25 વર્ષ માટેની છે: મોદી

ચૂંટણી 5 માટેની નથી પણ આવનારા 25 વર્ષ માટેની છે: મોદી દહેગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાને (PM Narendra Modi Public Meeting in Dehgam) સંબોધતા જણાવ્યું હતું કે, દેશ 75મો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આ ચૂંટણી (Gujarat Election 2022) એ ફક્ત 5 વર્ષ માટેની ચૂંટણી નથી, પરંતુ આવનારા 25 વર્ષ માટેની છે. આ ચૂંટણી આગામી 25 વર્ષમાં ગુજરાત સમૃદ્ધ બને અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું એક નામ સર્વશ્રેષ્ઠ હોય તેવું સૂચન પણ પીએમ મોદીએ કર્યું હતું, જેથી ગાંધીનગર જિલ્લાની પાંચે પાંચ બેઠક પર કમળ જીતે તેવું આહવાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

પહેલા ટેન્કરરાજ હતું વડાપ્રધાને ઉમેર્યું (PM Narendra Modi Public Meeting in Dehgam) હતું કે, પહેલા ગુજરાતની ચૂંટણીઓમાં જાતિવાદ ભ્રષ્ટાચારની વાતો થઈને કરવામાં આવતી હતી, પરંતુ આજે વિકાસના નામે ચૂંટણી (Gujarat Election 2022) થઈ રહી છે. જ્યારે ગુજરાત ભૂતકાળના અનેક સંકોટોમાંથી બહાર નીકળી ગયું છે અને 20 વર્ષમાં મૂળભૂત સુવિધાઓમાં જ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ રોડ રસ્તા પણ બનાવી દેવામાં આવ્યા છે અને પહેલા ટેન્કરરાજ હતું. કાકા ભત્રીજાનો કોન્ટ્રાક્ટ હોય તેવા લોકોને જ પાણી મળતું હતું, પરંતુ હવે તો તમામ ગામે ગામ મળશે જ યોજના પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કૉંગ્રેસનું નામ લીધા વગર પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પક્ષનું નામ લીધા (PM Narendra Modi Public Meeting in Dehgam) વગર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં ઘરે-ઘરે 24 કલાક વીજળી આપી રહ્યા છે. પાણીનો મતલબ પહેલા ટેન્કર અને હેડપમ્પ હતો, પરંતુ આ ચેનલ યોજના પૂર્ણ કરીને તમામ લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડતું કર્યું છે. ટેન્કરમાં પણ કાકા ભત્રીજાનો કોન્ટ્રાક્ટ હોય તો જ પાણી મળે તેવી ટકોર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

તમે મને દિલ્હી મોકલ્યો એટલે ભારત આજે વિશ્વની 5 અર્થવ્યવસ્થામાં વડાપ્રધાન નરેન્દ્ર વધુમાં જણાવ્યું (PM Narendra Modi Public Meeting in Dehgam) હતું કે, પહેલા જ્યારે તમે મને દિલ્હીમાં મોકલ્યો હતો. ત્યારે આપણા દેશની અર્થવ્યવસ્થા દસમા ક્રમાંકે હતી. કોઈને કઈ ફરક પડ્યો નહતો. ધીમે ધીમે અર્થ વ્યવસ્થામાં સુધારો આવ્યો અને 10મા નંબર ઉપરથી 9માં નંબર, 8મા નંબર, 7મા નંબર ઉપર આવતા રહ્યા તેમછતાં પણ કોઈ ફરક ન પડે, પરંતુ આજે અર્થવ્યવસ્થા વિશ્વના 5મા નંબરની અર્થવ્યવસ્થા ભારતની છે. ત્યારે જે લોકોએ ભારત દેશ પર અઢીસો વર્ષ સુધી રાજ કર્યું તે લોકોને હવે ફરક પડી રહ્યો છે અને આવનારા સમયમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા પણ ભારત બનશે.

નગરજનોને નરેન્દ્રભાઈના પ્રણામ મોકલજો અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી (PM Narendra Modi Public Meeting in Dehgam) સંબોધન કર્યું હતું. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે વસ્તુ દુબઈ અને સિંગાપુરમાં થાય છે. તે જ વસ્તુ હવે ગિફ્ટ સિટીમાં પણ થઈ રહી છે. દહેગામ અને કલોલ ભવિષ્યના મહાનગર છે. આ નગરના ગર્ભમાં અત્યારે મહાસિટી આકાર લઈ રહ્યું છે અને વેપાર શિક્ષણ વેપાર તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જ્યારે આવતીકાલનું ગુજરાત કેવું હશે તે કોંગ્રેસને ખબર નથી, પરંતુ તેઓ ફક્ત નરેન્દ્રભાઈ આવા નરેન્દ્રભાઈ તેવા જ નિવેદનો કરી રહ્યા છે જ્યારે ગાંધીનગર જિલ્લો ભાજપનો ગઢ છે ત્યારે ગાંધીનગર જિલ્લાની પાસે પાંચ બેઠકમાં કમળ લાવવાનો હુંકાર પણ નરેન્દ્ર મોદીએ કર્યા હતો.

તમારા આશીર્વાદથી હું દોડું છુંઃ મોદી સભામાં આવેલા લોકોને વડાપ્રધાને કહ્યું હતું કે, તમે લોકો મારું એક કામ કરો કે, મારે દહેગામના તમામ રેકોર્ડ તોડવા છે. શું તમે આ કરશો અને એક એક બૂથમાં વધુ મતદાન કરાવજો. સાથે જ એ મતદાન વખતે પણ કમળ જ નીકળે તેવું જ કરવાનું સૂચન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું જ્યારે હવે આપણું લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતુ એ જ આપણું લક્ષ્યાંક છે. જ્યારે તમે ઘરે ઘરે મતદારોને મળવા જાવ તો વડીલોને મળે તો તેમને પગે લાગજો અને તમારા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. તેઓ સંદેશો પણ આપજો અને તેમના આશીર્વાદથી જ હું વધુ ધગસથી દોડું છું અને કામ કરવાની પ્રેરણા પણ મળે છે.

Last Updated : Nov 25, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.