PM મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે નર્મદા નીરના વધામણા કરશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે થનારા નર્મદા જળના વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. જ્યારે રાજ્ય સરકારે પણ તમામ મંત્રીઓને રાજયના દરેક જિલ્લામાં વિજયી ઉત્સવ માટે પણ જગ્યા ફાળવી દીધી છે.
PM મોદીનો વિગતવાર કાર્યક્રમઃ
16 સપ્ટેમ્બરઃ
- રાત્રે 10.30 કલાકે એરપોર્ટ આગમન, રાજભવન ખાતે રોકાણ
17 સપ્ટેમ્બરઃ
- સવારે 6 કલાકે હીરાબાના આશીર્વાદ લેશે
- સવારે 6.35 કલાક હેલિપેડથી કેવડિયા જવા રવાના
- સવારે 6.45 કલાક કેવડિયા આગમન
- સવારે 8 થી 9.30 કલાક સુધી વિવિધ પ્રોજેકટનું નિરીક્ષણ
- સવારે 9.30 થી 10 કલાક નર્મદા પૂજન
- સવારે 10 થી 11 કલાક દત્ત મંદિર, ન્યુટ્રીશન પાર્કની મુલાકાત
- સવારે 11 થી 12 કલાક વ્યૂહ પોઇન્ટથી જાહેરસભા
- બપોર 1.15 કલાક ગાંધીનગર પરત, રાજભવન રોકાણ
- બપોરે 2.30 કલાક વાગ્યા બાદ દિલ્હી જવા રવાના
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નર્મદાની ઉજવણી સાથે વૃક્ષરોપણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમામ જગ્યાએ રાજ્યકક્ષાના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને મૂકવામાં આવ્યા છે. જ્યારે કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ પ્રધાન નીતિન પટેલ હાજર રહેશે. રાજ્યકક્ષાની ઉજવણી કરશે સાથે જ જે જગ્યાએ રાજ્યકક્ષાની ઉજવણી થશે ત્યાં તમામ જગ્યાએ વૃક્ષા રોપણ કરવામાં આવશે.