ETV Bharat / state

20,000 રેપીડ ટેસ્ટ કીટ આવી, ગુજરાત હવે પ્લાઝમા સિસ્ટમ અપનાવશે : જયંતિ રવિ

author img

By

Published : Apr 17, 2020, 2:20 PM IST

રાજ્યમાં વધુ ઝડપથી કોરોના ટેસ્ટિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ ટેસ્ટ કીટની માંગ કરવામાં આવી હતી. જે કીટ આજ દિન સુધીમાં ગુજરાત સરકારને મળી જશે. આ ઉપરાંત ગુજરાત સરકારે મહારાષ્ટ્રની એક ખાનગી કંપની પાસેથી પણ કીટનો ઓર્ડર આપ્યો હતો.

પ્લાઝમા સિસ્ટમ
પ્લાઝમા સિસ્ટમ

ગાંધીનગર : રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જણાવ્યું હતું કે, હજી કોરોનાના કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે. જેનાથી વધુ ટેસ્ટ કરવાની પણ ફરજ પડી છે. ત્યારે કેન્દ્ર સરકાર પાસેથી વધુ રેપિડ ટેસ્ટ કીટ મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે મહારાષ્ટ્રની એક ખાનગી કંપની પાસેથી પણ વધુ દસ હજાર જેટલી કીટ મંગાવી હતી. જેનાથી વધુ પ્રમાણમાં ટેસ્ટ થઈ શકશે અને ટેસ્ટનું રીઝલ્ટ ગણતરીની મિનિટોમાં જ મળી શકે છે. જેથી શ્રવણનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.

ગુજરાતમાં હવે પ્લાઝમા સિસ્ટમ અપનાવામાં આવશે

આ ઉપરાંત જે રીતે કેરળ રાજ્યમાં સિસ્ટમ અપનાવી છે. તે સિસ્ટમ પણ ગુજરાત રાજ્યમાં અપનાવવામાં આવશે. પ્લાઝમા સિસ્ટમ એટલે કે, જે દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમના લોહીમાં રહેલા પ્લાઝમાને અલગ તારવીને કોરોનાથી પીડાતા દર્દીમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, જે પ્લાઝમાના કારણે ભૂતકાળમાં જે દર્દી સાજો થયો તેની જ મદદથી વર્તમાન દર્દીના પ્લાઝમા જોડાઈ જાય અને રોગપ્રતિકારક શક્તિ ઝડપી વધી જાય. આ રીતે કોરોનાનું ઈન્ફેક્શન વધતું અટકાવી શકાય અને અન્ય દર્દી પણ સાજા થઈ જાય. આ સિસ્ટમ માટે મંજૂરી માંગવામાં આવી હતી.

જ્યારે આજના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સવારે વધુ 92 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ અને બરોડામાં એક એક મોત પણ થયા છે. આમ, રાજ્યમાં કોરોના કુલ આંક 1021 થયો. જ્યારે આજે અમદાવાદમાં વધુ 45 કેસ સામે આવતા અમદાવાદમાં કુલ આંક 590 પહોંચ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ 1021 કેસ છે. જેમાં અત્યારસુધીમાં કુલ 74 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 901 દર્દી સ્ટેબલ અને 8 દર્દી વેન્ટિલેટર પર છે.

ક્યાં કેટલા કેસો

  • અમદાવાદ 590
  • બરોડા 137
  • સુરત 102
  • રાજકોટ 28
  • ભાવનગર 26
  • આણંદ 26
  • ગાંધીનગર 17
  • પાટણ 15
  • ભરૂચ 21
  • પંચમહાલ 8
  • બનાસકાંઠા 6
  • નર્મદા 11
  • છોટાઉદેપુર 6
  • કચ્છ 4
  • મહેસાણા 4
  • પોરબંદર 3
  • ગીર સોમનાથ 2
  • દાહોદ 3
  • ખેડા 3
  • જામનગર 1
  • મોરબી 1
  • સાબરકાંઠા 1
  • બોટાદ 4
  • અરવલ્લી 1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.