જૂનાગઢ: સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ અને જૂનાગઢથી સાસણ અને પોરબંદર તરફના આ વિસ્તારમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 16 મી ઓક્ટોબરથી સંભવત સૌરાષ્ટ્રમાં વધુ એક ઓપન જંગલ સફારી શરૂ થઈ રહી છે. જે પર્યટન કોરિડોરમાં આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનના એક નવા વિકલ્પ તરીકે પણ વિચારવામાં આવી રહ્યું છે.
બરોડા ઓપન જંગલ સફારી શરૂ: સૌરાષ્ટ્રમાં પર્યટન કોરિડોરની સંભાવનાઓની સતત વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં વધુ એક બરડા ઓપન જંગલ સફારી શરૂ થવા જઈ રહી છે. જે સંભવત 16 મી ઓક્ટોબરથી સાસણ, દેવળીયા, આંબરડી, ગીરનાર નેચર સફારી સહિત રાજ્યમાં આવેલા સફારી સાથે બરડા ઓપન જંગલ સફારી શરૂ થશે. તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જંગલ સફારીનો થશે અનોખો અનુભવ: વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં પ્રવાસીઓની માગ અને આ વિસ્તારમાં સતત વધતી પ્રવાસન ગતિવિધિને ધ્યાને રાખીને પ્રવાસીઓને જંગલ સફારીનો એક અનોખો અનુભવ થાય તે માટે પણ બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બરડા ઓપન જંગલ સફારીની વિશેષતા: બરડા ઓપન જંગલ સફારી પ્રથમ વખત શરૂ થવા જઈ રહી છે. સાસણ અને દેવળીયાની માફક અહીં પ્રવાસીઓની માગને ધ્યાને રાખીને રાજ્યના વન વિભાગે દરરોજ સવાર અને સાંજ એમ 2 સમયે 15 કિલોમીટરના રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય કર્યો છે. બરડા ડુંગર વિસ્તાર વન્યજીવ ઇકોલોજી ની દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રના અન્ય ડુંગરો કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે.
પ્રવાસીએ પરમિટ લેવાની રહેશે: અહીં કોઈ વાઈલ્ડ લાઈફ કે ફોરેસ્ટને લગતી કોઈ એક્ટિવિટી અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને અસ્તિત્વમાં ન હતી. પરંતુ 16મી ઓક્ટોબરથી પર્યટન કોરિડોરમાં સામેલ પોરબંદરમાં બરડા ડુંગર વિસ્તારમાં ઓપન જંગલ સફારી શરૂ થાય છે. પોરબંદર વન વિભાગની ઓફિસેથી જંગલ સફારીમાં જવા માગતા પ્રત્યેક પ્રવાસીએ પરમિટ મેળવી લેવાની રહેશે.
આ પણ વાંચો: