ETV Bharat / state

મગફળી કૌભાંડ : ગાંધીનગરથી તાપસના આદેશ, ફરી મગફળીનું વજન કરાશે - ગાંધીનગર સમાચાર

મગફળીની ખરીદીમાં ફરી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જૂનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદીમાં વજન ઓછું હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. જેથી ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મગફળી
મગફળી
author img

By

Published : Jan 31, 2020, 7:43 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે, ત્યારે મગફળીની ખરીદી પહેલા રાજ્ય સરકારે તમામ પ્રકારના સાવચેતીના પગલાં લીધા હતા અને કોઇ પણ કેન્દ્રમાં કૌભાંડના થાય તે માટેની સાવચેતી પણ લીધી હતી. પરંતુ, મગફળીની ખરીદીમાં ફરી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જૂનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદીમાં વજન ઓછું હોવાની અનેક ફરિયાદો સામે આવતા ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મગફળી કૌભાંડ : ગાંધીનગરથી તાપસના આદેશ, ફરી મગફળીનો વજન કરશે

જૂનાગઢ કૌભાંડ મામલે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ડેપ્યુટી કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં જે રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે, તેને લઈને જૂનાગઢના કલેકટરને લેખીતમાં પત્ર લખીને તમામ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત કૌભાંડમાં જે પણ જવાબદાર અધિકારી અથવા તો જે તે એજન્સી હશે તેની સામે પણ કાર્યવાહી કરવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનવાળી મગફળીની બોરી સામે આવી છે, જેમાં કુલ 156 બોરી અત્યારે સીઝ કરવામાં આવી છે.

આ ઉપરાંત મગફળી કૌભાંડની તપાસ બાદ જવાબદાર જે પણ હશે તેની સામે પોલીસ કાર્યવાહી તેમજ નાણાકીય વસુલાત પણ કરવાના આદેશ નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવ્યા છે, જ્યારે આ સમગ્ર તપાસ સીસીટીવી કેમેરાના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ કેન્દ્રમાં જેટલી પણ મગફળી અત્યારે ખરીદવામાં આવી છે, તે તમામ મગફળીનું ફરીથી વજન પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ જ છે, જેમાં અત્યાર સુધી કુલ 2,16,326 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 1401 કરોડ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે.

Intro:approved by panchal sir..

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે ત્યારે મગફળીની ખરીદી પહેલા રાજ્ય સરકારે તમામ પ્રકારના સાવચેતીના પગલાં લીધા હતા અને કોઇ પણ કેન્દ્રમાં કૌભાંડના થાય તે માટે ની સાવચેતી પણ લીધી હતી પરંતુ મગફળી ની ખરીદી માં ફરી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જુનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી માં વજન ઓછું હોવાની અનેક ફરિયાદો સામે આવતા ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે...

Body:જુનાગઢ કૌભાંડ મામલે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ડેપ્યુટી કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં જે રીતના કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈને જૂનાગઢના કલેકટરને લેખીતમાં પત્ર લખીને તમામ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે આ ઉપરાંત આ કૌભાંડમાં જે પણ જવાબદાર અધિકારી અથવા તો જે તે એજન્સી હશે તેની સામે પણ કાર્યવાહી કરવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનવાળી મગફળી ની બોરી સામે આવી છે જેમાં કુલ ૧૫૬ બોરી અત્યારે સીઝ કરવામાં આવી છે આ ઉપરાંત મગફળી કૌભાંડની તપાસ બાદ જવાબદાર જે પણ હશે તેની સામે પોલીસ કાર્યવાહી સાથે જ નાણાંકીય વસુલાત કરવામાં પણ આદેશ અને નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવ્યા છે જ્યારે આ સમગ્ર તપાસ છે તે સીસીટીવી કેમેરાના આધારે કરવામાં આવશે...

આ ઉપરાંત જૂનાગઢ કેન્દ્રમાં જેટલી પણ મગફળી અત્યારે ખરીદવામાં આવી છે તે તમામ મગફળીનું ફરીથી વજન પણ કરવામાં આવશે...

Conclusion:રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ જ છે જેમાં આજદિન સુધીમાં કુલ 2,16,326 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં કુલ 1401 કરોડ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.